ધોરણ 12નું પરિણામ તો જાહેર થઈ ગયું તો હવે ધોરણ 10નું પરિણામ ક્યારે? ગુજરાત બોર્ડેએ તારીખ જણાવી!

ધોરણ 12નું પરિણામ તો જાહેર થઈ ગયું તો હવે ધોરણ 10નું પરિણામ ક્યારે? ગુજરાત બોર્ડેએ તારીખ જણાવી! જાણો

05/09/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ધોરણ 12નું પરિણામ તો જાહેર થઈ ગયું તો હવે ધોરણ 10નું પરિણામ ક્યારે? ગુજરાત બોર્ડેએ તારીખ જણાવી!

GSEB SSC Result Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે હવે ધોરણ 10ના પરિણામની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.


નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 10માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે.માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.


વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં આ જિલ્લાનું સૌથી વધુ પરિણામ

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં આ જિલ્લાનું સૌથી વધુ પરિણામ

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top