5-10 મિનિટ ચાલે તે ચાલવા દો 'મશીન-બશીન આપણા બાપનું' ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચર કરીને વીડિય

5-10 મિનિટ ચાલે તે ચાલવા દો 'મશીન-બશીન આપણા બાપનું' ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચર કરીને વીડિયો લાઈવ કર્યો

05/08/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

5-10 મિનિટ ચાલે તે ચાલવા દો 'મશીન-બશીન આપણા બાપનું' ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચર કરીને વીડિય

Lok Sabha Elections 2024 : ગુજરાત સહિત દેશના 11 રાજ્યોની 93 બેઠક મંગળવાર (સાતમી મે)એ મતદાન થયું હતું. ગુજરાતમાં પાંચ વિધાનસભા સાથે 25 લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જોકે દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરીંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બૂથ કેપ્ચરીંગ બીજા કોઈએ નહીં પણ ભાજપ નેતાના જ પુત્રએ કર્યું છે.


ભાજપના પુત્રએ ઈવીએમ કેપ્ચર કર્યું

ભાજપના પુત્રએ ઈવીએમ કેપ્ચર કર્યું

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરાપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે  '5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.'


બોગસ મતદાન કરાવ્યાની પણ ચર્ચા

બોગસ મતદાન કરાવ્યાની પણ ચર્ચા

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યું છે. જો કે આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ મામલે રીપોર્ટ મંગાવ્યો હતો. હવે રીપોર્ટના આધારે ચૂંટણી પંચ નિર્ણય કરશે. આ વીડિયોની તપાસ કરવામાં આવશે. જોકે વિવાદ ઉભો થયા બાદ વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયોને હટાવી દીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top