આ કોંગ્રેસી MLAએ તો હદ કરી! ખુદ અધ્યક્ષને જ ચાલુ સદનમાં ગાળો દીધી... એ ય માત્ર એક વાર નહિ, પણ..

આ કોંગ્રેસી MLAએ તો હદ કરી! ખુદ અધ્યક્ષને જ ચાલુ સદનમાં ગાળો દીધી... એ ય માત્ર એક વાર નહિ, પણ...

07/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આ કોંગ્રેસી MLAએ તો હદ કરી! ખુદ અધ્યક્ષને જ ચાલુ સદનમાં ગાળો દીધી... એ ય માત્ર એક વાર નહિ, પણ..

રાજકારણમાં ક્યારેક એવી ક્ષણો પણ આવે છે, જ્યારે ઠંડા દિમાગના માણસો પણ પિત્તો ગુમાવી બેસે. પણ એનો અર્થ હરગિઝ એવો નથી થતો, કે તમે કોઈકને અપશબ્દોથી નવાજો. ખાસ કરીને જ્યારે વિધાન સભ્ય તરીકે ચૂંટાયેલા વરિષ્ઠ નેતા વિધાનસભા સદનમાં બેઠા હોય, ત્યારે એમણે ગમે એવા સંજોગોમાં પણ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જ પડતું હોય છે. પરંતુ રાજસ્થાન વિધાનસભામાં એક કોંગ્રેસી ધારાસભ્યે સદનના ગૌરવને બટ્ટો લાગે એવું કામ કર્યું છે.


શાંતિ ધારીવાલ અકળાઈ ઉઠ્યા અને...

શાંતિ ધારીવાલ અકળાઈ ઉઠ્યા અને...

રાજસ્થાન વિધાનસભામાં UDHની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા દરમિયાન બોલતી વખતે શાંતિ ધારીવાલે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે અધ્યક્ષ સંદીપ શર્માએ તેમને અટકાવ્યા ત્યારે તેમની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

શાંતિ ધારીવાલ પોતાને ફાળવાયેલા સમય કરતા લાંબો સમય બોલીને સદનનો સમય બગાડી રહ્યા હતા. જ્યારે અધ્યક્ષ સંદીપ શર્માએ ધારીવાલને તેમની વાત પૂરી કરવા કહ્યું કે હજી બીજા 65 સભ્યો બોલવાના છે, માટે તમે વહેલું પૂરું કરો. ત્યારે ધારીવાલે અકળાઈને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ધારીવાલે કહ્યું, ”મુઝે સિર્ફ 5 મિનીટ્સ દે દો...અરે તુમ કોટા કે હો બે****... કોટામેં રહેના હાઈ કી નહિ રહેના હૈ!” સંદીપ શર્મા કોટા દક્ષિણના ધારાસભ્ય છે અને ધારીવાલ કોટા ઉત્તરના ધારાસભ્ય છે. બની શકે કે બંને વચ્ચે મિત્રતા હોય, તો પણ આ રીતે ચાલુ સદનમાં અપશબ્દ બોલવાથી સદનની ગરિમાને બટ્ટો લાગ્યો હતો.


ત્રણ વખત અપશબ્દોનો પ્રયોગ

ત્રણ વખત અપશબ્દોનો પ્રયોગ

ધારીવાલે કોંગ્રેસના શાસન દરમિયાન ગેરરીતિઓના આરોપોનો સામનો કરતી વખતે પ્રથમ વખત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. બીજી વખત પણ તેણે નકલી લીઝ આપવા બાબતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી, ત્રીજી વખત જ્યારે અધ્યક્ષ સંજય શર્માએ ધારીવાલને તેમની વાત સમાપ્ત કરવા કહ્યું, ત્યારે તેમણે ત્યાં પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો. જ્યારે અધ્યક્ષે અટકાવ્યા ત્યારે ધારીવાલે કહ્યું, તમે કોટાના છો, તમારે કોટામાં રહેવું છે કે નહીં. સંજય શર્મા કોટા દક્ષિણથી ધારાસભ્ય છે અને ધારીવાલ કોટા ઉત્તરથી ધારાસભ્ય છે.

જ્યારે ભાજપના ધારાસભ્ય શ્રીચંદ કૃપાલાનીએ ધારીવાલની અભદ્ર ભાષા પર વાંધો ઉઠાવ્યો ત્યારે તેમણે કહ્યું, “કૃપાલાનીજી, તમે મારા મિત્ર છો. એકવાર તમે ભૂલથી મંત્રી બની ગયા પછી તમે માહિતી મેળવી શક્યા ન હતા. હવે હું બોલી રહ્યો છું, (એ સાંભળીને) તમારું જ્ઞાન વધારજો.”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top