બાંગ્લાદેશી પત્રકારે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ, ભાજપે માગ્યો જવાબ

બાંગ્લાદેશી પત્રકારે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ, ભાજપે માગ્યો જવાબ

08/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશી પત્રકારે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ, ભાજપે માગ્યો જવાબ

બાંગ્લાદેશના એક વરિષ્ઠ પત્રકારે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ ગયા મહિને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશના પત્રકારના નિવેદન બાદ ભાજપ હુમલાવર થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિન્હાએ લંડનમાં ખાલિદા ઝિયાના પુત્ર સાથે રાહુલ ગાંધીની મુલાકાતના સમાચારને ગંભીર ગણાવ્યા છે અને માગણી કરી છે કે કોંગ્રેસે તરત એ બતાવવું જોઇએ કે શું આ બેઠક થઈ હતી અને જો થઈ હતી તો તેનો એજન્ડા શું હતો? તુહિન સિન્હાએ કહ્યું કે બાંગ્લાદેશના એક વરિષ્ઠ પત્રકારે આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે કે ગયા મહિને લંડનમાં રાહુલ ગાંધી અને ખાલિદા ઝિયાના પુત્રની બેઠક થઈ હતી જેમાં રાહુલ ગાંધીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા આંદોલનને લીલી ઝંડી આપી હતી.


રાહુલ ગાંધી પર વિરોધ અંગે માર્ગદર્શન આપવાનો આરોપ

રાહુલ ગાંધી પર વિરોધ અંગે માર્ગદર્શન આપવાનો આરોપ

તુહિન સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુવાર 8 ઑગસ્ટના રોજ રાહુલ ગાંધી એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા, જેમાં અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ સામેલ હતો અને તે જ જ્યાં દ્રેજની બીજા જ દિવસે 9 ઑગસ્ટે પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. અહીં તેમની સાથે બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધની હિમાયત કરનાર નદીમ ખાન પણ ઉપસ્થિત હતા. તો શું જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓના જીવ જોખમમાં હતા, એ સમય 8 ઑગસ્ટે રાહુલ ગાંધી દિલ્હીમાં પોતાના ઘરે આ લોકોને બીજા દિવસના વિરોધ અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા.


અર્બન નક્સલી માનસિકતાને લઇને તેનાથી મોટું પ્રમાણ નહીં હોઈ શકે

અર્બન નક્સલી માનસિકતાને લઇને તેનાથી મોટું પ્રમાણ નહીં હોઈ શકે

તેમણે બાંગ્લાદેશ હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારને લઈને ગંભીર આરોપો લગાવતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે 31 માર્ચે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં આગ લાગી જશે. હવે જે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારબાદ રાહુલ ગાંધીએ ફરી એકવાર પોતાના નિવેદનને સ્પષ્ટ કરવું જોઈએ કે તેમના નિવેદનનો અર્થ શું હતો. શું હકીકતમાં રાહુલ ગાંધી બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં ઈચ્છતા હતા? કોંગ્રેસ પાર્ટીની અર્બન નક્સલી માનસિકતાને લઇને તેનાથી મોટું પ્રમાણ નહીં હોઈ શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top