નીરજ ચોપડાએ આખા દેશથી છુપાવી આ મોટી વાત, હવે પોતે કર્યો ખુલાસો
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ વર્ષની તેની છેલ્લી ટૂર્નામેન્ટ ડાયમંડ લીગમાં રમી હતી. બ્રસેલ્સમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજે 87.86 મીટરનો થ્રો કર્યો હતો અને બીજા સ્થાને રહ્યો હતો. તે ટ્રોફી જીતવાથી માત્ર 1 સેન્ટિમીટર દૂર રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 87.87 મીટરના થ્રો સાથે જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટ બાદ હવે નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને મોટો ખુલાસો કર્યો છે.
નીરજ ચોપરાએ ખુલાસો કર્યો છે કે, ટ્રેનિંગ સેશન દરમિયાન તેને હાથમાં ઈજા થઈ હોવા છતાં તેણે ડાયમંડ લીગની ફાઇનલમાં ભાગ લીધો હતો. નીરજ ચોપરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, '2024 સીઝન સમાપ્ત થઈ ગઈ છે, હું આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ શીખ્યો છું તે તમામ વસ્તુઓને જોઉં છું, જેમાં સુધારાઓ, નિષ્ફળતાઓ, માનસિકતા અને ઘણું બધું સામેલ છે.મને સોમવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી અને એક્સ-રેમાં મારા ડાબા હાથના (ચોથા મેટાકાર્પલ) હાડકામાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું.
તેણે આગળ લખ્યું, ' મારા માટે આ વધુ એક પીડાદાયક પડકાર હતો, પરંતુ પોતાની ટીમની મદદથી હું બ્રસેલ્સમાં ભાગ લેવામાં સફળ રહ્યો. આ વર્ષની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. હું મારી પોતાની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં. પરંતુ મને લાગે છે કે તે એક એ સીઝન હતી, જેમાં મેં ઘણું શીખ્યું. હવે હું પૂરી રીતે ફિટ છું અને વાપસી કરવા અને રમવા માટે તૈયાર છું. હું તમારા પ્રોત્સાહન માટે તમારા બધાનો આભાર માનવા માંગુ છું. 2024એ મને એક સારો એથ્લેટ અને વ્યક્તિ બનાવ્યો છે. 2025માં મળીએ.
View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra)
A post shared by Neeraj Chopra (@neeraj____chopra)
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પેરિસ ઓલિમ્પિકમાં પણ ઈજા સાથે ભાગ લીધો હતો. ઘટના બાદ તેણે કહ્યું કે તે ગ્રોઇન ઈજાથી પીડાઈ રહ્યો છે. ત્યારબાદ તે મેડિકલ એડવાઇઝ માટે જર્મની ગયો હતો. ત્યારે સમાચાર આવ્યા હતા કે જરૂર પડશે તો નીરજ પણ સર્જરી કરાવશે. પરંતુ મેડિકલ ટીમને મળ્યા બાદ તેણે ડાયમંડ લીગમાં રમવાનો નિર્ણય લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp