Rain Alert: વરસાદ હજી રાહત નથી આપતો, ત્યાં અંબાલાલની આ આગાહી વાંચીને તમે દાંત ભીંસી જશો!

Rain Alert: વરસાદ હજી રાહત નથી આપતો, ત્યાં અંબાલાલની આ આગાહી વાંચીને તમે દાંત ભીંસી જશો!

09/02/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Rain Alert: વરસાદ હજી રાહત નથી આપતો, ત્યાં અંબાલાલની આ આગાહી વાંચીને તમે દાંત ભીંસી જશો!

Rain alert: આખા ગુજરાતને વરસાદનો માર વેઠીને હજી કળ નથી વળી. ઉલટાનું ઓરિસ્સામાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે ફરી એક વાર આવનારું અઠવાડિયું ભારે વરસાદ રહેવાની વકી છે. લોકો હવે વરુણદેવને ખમૈયા કરવા માટે મનોમન પ્રાર્થના કરી રહ્યા છે. ગણેશોત્સવ પણ નજીકના દિવસોમાં શરુ થવા જઈ રહ્યો છે. એવામાં અંબાલાલે જે આગાહી કરી છે, એનાથી ગુજરાતની ઉત્સવપ્રિય જનતા દાંત ભીંસી જાય એવી સંભાવના છે!


અંબાલાલે કહ્યું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન...

અંબાલાલે કહ્યું કે આ વર્ષે નવરાત્રી દરમિયાન...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રી સમયે વરસાદની આગાહી કરી છે. અંબાલાલાના અનુમાન મુજબ  રાસ-ગરબાની રમઝટમાં મેઘરાજા  વિઘ્નરૂપ બની શકે છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યુ  છે.  નવરાત્રી દરમિયાન સમગ્ર રાજ્યમાં ક્યાંક ભારે, તો ક્યાંક હળવા વરસાદની આશંકા વ્યકત કરી છે.

જો કે બીજી તરફ  અમદાવાદમાં વરસાદ બંધ થતાં તાપમાનનો પારો ઉંચે ચઢતા ફરી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  છેલ્લા  ત્રણ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધ્યુ છે.  આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં મધ્યમથી ભારેની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત ચિરાગ શાહે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 અને 3 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં પડશે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top