સિખોને લઈને આવેલો આ રિપોર્ટ વાંચીને રાહુલ ગાંધીનું માથું ઝૂકી જશે

સિખોને લઈને આવેલો આ રિપોર્ટ વાંચીને રાહુલ ગાંધીનું માથું ઝૂકી જશે

09/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સિખોને લઈને આવેલો આ રિપોર્ટ વાંચીને રાહુલ ગાંધીનું માથું ઝૂકી જશે

રાહુલ ગાંધીએ સિખોને લઈને એક એવું વિવાદિત નિવેદન આપ્યું છે, જેના પર હોબાળો મચી ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ હુમલાવર છે. ભાજપે આ નિવેદનને ખોટું ગણાવ્યું છે. હવે સવાલ છે કે શું હકીકતમાં ભારતમાં સિખ પાઘડી પહેરી શકતા નથી? શું તેમના કડા પહેરવા પર પ્રતિબંધ છે? ભારતીય સિખોને લઈને રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદનની વાસ્તવિકતા હવે સામે આવી છે. સિખોને લઈને એ રિપોર્ટ સામે આવ્યો છે, જે રાહુલ ગાંધીના નિવેદનને ખોટું સાબિત કરે છે. ભારતીય સિખોવાળો આ અહેવાલ વાંચીને પોતે રાહુલ ગાંધીનું માથું શરમથી ઝૂકી જશે. રાહુલ ગાંધી અત્યારે 4 દિવસીય અમેરિકાના પ્રવાસે છે. સૌથી પહેલા ચાલો જાણીએ કે રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારતીય સિખોને લઈને શું નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ અમેરિકાના વર્જીનિયામાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ દર્શકોમાંથી એક સિખ વ્યક્તિને પૂછ્યું - 'મારા પાઘડીધારી ભાઈ, તમારું નામ શું છે?' ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'લડાઈ એ વાતની છે કે શું એક સિખને ભારતમાં પાઘડી પહેરવાનો અધિકાર છે કે નહીં. એક સિખના રૂપમાં તે ગુરુદ્વારા જઇ શકે છે કે નહીં. લડાઇ એ વાત માટે છે અને એ માત્ર તેમના માટે નથી, પરંતુ બધા ધર્મો માટે છે. રાહુલનું આજ નિવેદન વાયરલ છે.


રાહુલ ગાંધીને ખોટા સાબિત કરે છે આ રિપોર્ટ

રાહુલ ગાંધીને ખોટા સાબિત કરે છે આ રિપોર્ટ

હવે રાહુલ ગાંધીના નિવેદનને ખોટું સાબિત કરતો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરનો સર્વે રિપોર્ટ બતાવે છે કે સિખોને ભારતીય હોવા પર ખૂબ ગર્વ છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, લગભગ 95 ટકા સિખોને ભારતીય હોવા પર ગર્વ છે. એટલું જ નહીં, બહુમતી એટલે કે 70 ટકા સિખ માને છે કે જે વ્યક્તિ ભારતનો અનાદર કરે છે તે સિખ જ ન હોઈ શકે. ભારતના અન્ય ધાર્મિક જૂથોની જેમ મોટાભાગના સિખોને એવું લાગતું નથી કે તેમના સમુદાય સામે વ્યાપકપણે ભેદભાવ થાય છે.


ક્યારે આવ્યો આ રિપોર્ટ?

ક્યારે આવ્યો આ રિપોર્ટ?

પ્યૂ રિસર્ચ સેન્ટરનો આ સર્વે રિપોર્ટ 2021માં પ્રકાશિત થયો હતો. પ્યૂ રિસર્ચ સેન્ટરે આ સર્વે 2019 અને 2020 વચ્ચે કરાવ્યો હતો. આ સર્વેમાં માત્ર 14 ટકા સિખોનું જ માનવું હતું કે ભારતમાં સિખો સાથે ભેદભાવ થાય છે, પરંતુ મોટા ભાગના સિખોનું માનવું હતું કે તેમને ભારતમાં કોઈ ભેદભાવ દેખાતો નથી. પ્યૂ રિસર્ચ સેન્ટરે રિલિજન ઇન ઇન્ડિયાઃ ટોલરન્સ એન્ડ સેગ્રિગેશન નામનો આ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.


કોણે પકડ્યું રાહુલનું જૂઠ્ઠાણું?

કોણે પકડ્યું રાહુલનું જૂઠ્ઠાણું?

રાહુલ ગાંધીના નિવેદનવાળી સ્ટોરી સાથે હવે તેને વિચારક અને લેખક બ્રહ્મા ચેલાનીએ X પર પોસ્ટ કરી છે. X પરની પોતાની પોસ્ટમાં બ્રહ્મા ચેલાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી ભારતીય સમાજને વિભાજિત કરવાના તેમના પ્રયાસોથી ઉપર આવ્યા નથી. દુઃખની વાત છે કે તેમણે અજાણતા અમેરિકામાં બેઠેલા સિખ આતંકવાદીઓની વાતોનું સમર્થન આપ્યું, જેમણે અમેરિકાની ધરતી પરથી જ તેમની નિવેદનબાજીનું સ્વાગત કર્યું છે, ભાજપે પણ રાહુલ ગાંધીને ખૂબ ફટકાર લગાવી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે રાહુલની ટિપ્પણી 'ભયાનક' છે કારણ કે તેમણે પોતાના રોટલા સેકવા માટે વિદેશમાં રહેતા સિખ સમુદાયના સભ્યોમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top