અરવિંદ કેજરીવાલની CM પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત પર શું બોલ્યા અન્ના? પહેલી પ્રતિક્રિયા આવ

અરવિંદ કેજરીવાલની CM પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત પર શું બોલ્યા અન્ના? પહેલી પ્રતિક્રિયા આવી સામે

09/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અરવિંદ કેજરીવાલની CM પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત પર શું બોલ્યા અન્ના? પહેલી પ્રતિક્રિયા આવ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 દિવસ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેના પર હવે સમાજ સેવક અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. અન્ના હજારેએ કહ્યું હતું કે, 'હું પહેલાથી જ અરવિંદ કેજરીવાલને કહી રહ્યો હતો કે રાજકારણમાં ન જતા. સમાજની સેવા કરો. તમે બહુ મોટા માણસ બનશો. તેની સાથે જ અન્ના હજારેએ કહ્યું કે, 'અમે ઘણા વર્ષો સુધી સાથે હતા. તે સમયે મેં રાજકારણમાં ન જવાનું વારંવાર કહ્યું હતું. સમાજ સેવા આનંદ આપે છે. આનંદ વધારો, પરંતુ તેમના દિલમાં વાત ન રહી. આજે જે થવાનું હતું તે થઇ ગયું. તેના દિલમાં શું છે હું શું જાણું?


જાહેર આદેશ પર CMની ખુરશી પર બેસીશ- કેજરીવાલ

જાહેર આદેશ પર CMની ખુરશી પર બેસીશ- કેજરીવાલ

તમને જણાવી દઈએ કે જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે CM પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, '2 દિવસ બાદ હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દઇશ. જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય સંભળાવી દે, ત્યાં સુધી હું ખુરશી પર નહીં બેસું. દિલ્હીમાં ચૂંટણી થવા માટે હજુ ઘણા મહિનાઓ બાકી છે. મને કાયદાકીય કોર્ટમાંથી ન્યાય મળ્યો, હવે જનતાની કોર્ટમાંથી ન્યાય મળશે. હું જનતાના આદેશ બાદ જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.


નવેમ્બરમાં કરાવવામાં આવે વિધાનસભાની ચૂંટણી

નવેમ્બરમાં કરાવવામાં આવે વિધાનસભાની ચૂંટણી

તેની સાથે જ કેજરીવાલે કહ્યું કે, 'હું દિલ્હીના લોકોને પૂછવા માગું છું કે કેજરીવાલ નિર્દોષ છે કે દોષી? જો મેં કામ કર્યું હોય તો મને મત આપો. દિલ્હી માટે નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે આગામી 2 દિવસમાં AAP ધારાસભ્યોની બેઠક યોજાશે. આમ આદમી પાર્ટી (AAP)ના એક નેતાએ કહ્યું કે તેમના રાજીનામા બાદ પાર્ટીના કોઈ સભ્યને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તેઓ લોકો વચ્ચે જશે અને તેમનું સમર્થન માગશે. 2 દિવસ બાદ રાજીનામાની જાહેરાતની સાથે સાથે કેજરીવાલે એવી પણ માગણી કરી છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણીની સાથે નવેમ્બરમાં યોજવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top