Video: ભૂતપૂર્વ વિદ્યાર્થી શાળામાં છરી સાથે ઘૂસ્યો, બાળકોને જોઈને કર્યો હુમલો, 7 વર્ષીય બાળકીનુ

Video: ભૂતપૂર્વ વિદ્યાર્થી શાળામાં છરી સાથે ઘૂસ્યો, બાળકોને જોઈને કર્યો હુમલો, 7 વર્ષીય બાળકીનું મોત, 4 ઇજાગ્રસ્ત

12/21/2024 World

SidhiKhabar

SidhiKhabar

Video: ભૂતપૂર્વ વિદ્યાર્થી શાળામાં છરી સાથે ઘૂસ્યો, બાળકોને જોઈને કર્યો હુમલો, 7 વર્ષીય બાળકીનુ

Croatia Knife Attack: ક્રોએશિયાની રાજધાની, જગરેબમાં એક શાળાની અંદર છરાબાજીમાં એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું અને અન્ય 4 ઇજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે, એક કિશોરે શાળામાં છરી વડે હુમલો કર્યો, જેમાં 7 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થઇ ગયું અને 4 લોકોને ઈજા થઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હુમલો પ્રેકો વિસ્તારની એક શાળામાં સવારે 9:50 વાગ્યે થયો હતો. હુમલાખોરની ઓળખ 19 વર્ષીય કિશોર તરીકે કરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલાખોરે પોતાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સરકારી HRT ટેલિવિઝનના અહેવાલ મુજબ, હુમલાખોર શાળામાં ઘૂસ્યો અને સીધો પહેલા ધોરણના વર્ગખંડમાં ગયો અને બાળકો પર હુમલો કરી દીધો.


હુમલો કરનાર પણ ઇજાગ્રસ્ત

હુમલો કરનાર પણ ઇજાગ્રસ્ત

ક્રોએશિયાના ગૃહ મંત્રી ડેવર બોજિનોવિચે જણાવ્યું હતું કે 3 બાળકો અને એક શિક્ષક ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક બાળકનું મૃત્યુ થયું હતું જ્યારે હુમલાખોર પણ ઇજાગ્રસ્ત થયો હતો. 19 વર્ષીય હુમલાખોર શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને નજીકના વિસ્તારમાં રહે છે. તેણે પોતાની જાત પર હુમલો કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને કાબૂમા કરી લેવામાં આવ્યો હતો. ક્રોએશિયન મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં વિદ્યાર્થીઓ શાળાની ઇમારતમાંથી બહાર ભાગતા દેખાય છે.


જગરેબમાં શોક દિવસ

જગરેબમાં શોક દિવસ

જગરેબમાં શનિવારે શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ જોરાન મિલનોવિચે કહ્યું કે, આપણા બધાને આંચકો આપનાર આ ભયંકર અને અકલ્પનીય દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. રાષ્ટ્રપતિએ એકતા બનાવી રાખવા અને શાળાના બાળકો સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરવા કહ્યું. વડાપ્રધાન એન્ડ્રેજ પ્લેન્કોવિચે કહ્યું કે તેઓ આ હુમલાથી "આઘાતમાં" છે અને અધિકારી હજી પણ જાણકારી મેળવી રહ્યા રહ્યા છે કે ખરેખર શું થયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top