તો, એકનાથ શિંદેની અસલી તાકત અહીં છુપાયેલી છે, 57 ધારાસભ્યો માત્ર દેખાડો, એટલે જ ભાજપ પંગો નથી લ

તો, એકનાથ શિંદેની અસલી તાકત અહીં છુપાયેલી છે, 57 ધારાસભ્યો માત્ર દેખાડો, એટલે જ ભાજપ પંગો નથી લેતી!

12/03/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

તો, એકનાથ શિંદેની અસલી તાકત અહીં છુપાયેલી છે, 57 ધારાસભ્યો માત્ર દેખાડો, એટલે જ ભાજપ પંગો નથી લ

Maharashtra New CM: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 10 દિવસ વીતી ગયા છે. એ છતા મહાયુતિ પોતાની સરકાર બનાવી શકી નથી. સરકાર બનાવવા માટે દિલ્હીથી મુંબઈ સુધી મોટા નેતાઓની રેસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે આ સમગ્ર મડાગાંઠના કેન્દ્રમાં છે. પહેલા તો એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નહોતા. ત્યારબાદ જ્યારે વાત ન બની ત્યારે તેઓ ગૃહ મંત્રાલય અને અન્ય કેટલાક મહત્ત્વના વિભાગો પર અડગ રહ્યા. તેમણે મહાયુતિ વચ્ચેની મંત્રણામાં મડાગાંઠ સર્જી છે. ગયા અઠવાડિયે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ તેઓ મુંબઈ પહોંચ્યા અને ત્યાંથી તેમના ગામ ગતા રહ્યા.

આ દરમિયાન વિવિધ પ્રકારની વાતો સામે આવતી રહી. રવિવારે મીડિયા સાથે વાત કરતા તેમણે મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો વ્યક્ત કર્યો હતો. જો કે, તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે નિર્ણય લેશે તે તેઓ સ્વીકારશે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે એકનાથ શિંદે આટલી સખત સોદાબાજી કયા આધારે કરી રહ્યા છે. મહાગઠબંધનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને તેની પાસે 132 ધારાસભ્યો છે. જો તે ઈચ્છે તો એકનાથ શિંદેને બાજુ કરીને ક્ષણવારમાં પોતાના દમ પર સરકાર બનાવી શકે છે. અજીત પવાર તેમની સાથે 42 ધારાસભ્યો સાથે બેઠા છે. પરંતુ, તે એમ કરવા માટે સક્ષમ નથી.


એકનાથ શિંદેની તાકત

એકનાથ શિંદેની તાકત

વાસ્તવમાં, એકનાથ શિંદેની અસલી તાકત એ 57 ધારાસભ્યો નથી, પરંતુ તેમના 7 લોકસભાના સાંસદો છે. શિંદેની શિવસેના પાસે મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 7 બેઠકો છે, જે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની સરકારની સ્થિરતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવતા ચૂકી ગઇ હતી. તેની પાસે 240 સાંસદો છે, પરંતુ સરકાર બનાવવા માટે તેને 272 સાંસદોના સમર્થનની જરૂર છે. એવામાં 32 સાંસદોની કમી પૂરી કરવામાં શિવસેનાની મહત્ત્વની ભૂમિકા છે.

TDP NDAમાં ભાજપ બાદ બીજી સૌથી મોટી પાર્ટી છે. તેના 16 સાંસદો છે. JDU ત્રીજા નંબર પર છે, તેના 12 સાંસદો છે. શિંદેની શિવસેના ચોથા નંબર પર છે. જો કે NDA પાસે 293 સાંસદ છે. આમ છતા, જો એકનાથ શિંદે NDAથી અલગ થાય છે, તો મોદી સરકારની સ્થિરતા પર નહીં, પરંતુ ચોક્કસપણે માનોવૈજ્ઞાનિક દબાણ બનશે. એવામાં ભાજપની કેન્દ્રીય નેતાગીરી વિપક્ષને એવી કોઈ તક આપવા માગતી નથી કે મોદી સરકાર થોડી પણ નબળી પડી છે. બીજી તરફ એકનાથ શિંદે પણ આ મુદ્દે ભાજપ સાથે સોદેબાજી કરી રહ્યા છે. તેઓ એ પણ જાણે છે કે તેઓ ભાજપને કોઈપણ સ્તરે રાજ્યમાં સરકાર બનાવતા રોકી શકતા નથી. પરંતુ, સાંસદોના બળ પર તેઓ પોતાના માટે કેટલાક મોટા મંત્રાલયો મેળવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top