Amit Shah Shares Post-Retirement Plan: અમિત શાહે જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન, આ વસ્તુઓ પર રહેશે સંપૂર્ણ ફોકસ
Amit Shah Shares Post-Retirement Plan: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું હતું કે, સાર્વજનિક જીવનમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ, હું મારી જાતને પૂરી રીતે વેદો, ઉપનિષદો અને પ્રકૃતિક ખેતીમાં સમર્પિત કરવાની યોજના બનાવી રહ્યો છું. અમિત શાહે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સમિતિઓ સાથે જોડાયેલી મહિલાઓ સાથે 'સહકાર-સંવાદ'માં બોલતા આ વાત કહી.
અમિત શાહે કહ્યું કે, ‘મેં નિર્ણય લીધો છે કે રિટાયરમેન્ટ બાદ હું મારું બાકીનું જીવન વેદો, ઉપનિષદો અને પ્રકૃતિક ખેતીમાં સમર્પિત કરીશ. રાસાયણિક ખાતરો સાથે ઉગાડવામાં આવતા ઘઉં મોટા ભાગે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. પ્રકૃતિક ખેતી શરીરને રોગમુક્ત બનાવવામાં મદદ કરે છે, પરંતુ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી પણ વધે છે.’
કેન્દ્રીય ગૃહમંત્રીએ મંત્રી તરીકેની પોતાની સફર બાબતે પણ વાત કરી અને કહ્યું કે સહકારિતા મંત્રાલય તેમના માટે કેટલું ખાસ છે. અમિત શાહે કહ્યું કે, ‘જ્યારે હું દેશનો ગૃહમંત્રી બન્યો, ત્યારે બધાએ મને કહ્યું કે મને ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિભાગ આપવામાં આવ્યો છે, પરંતુ જે દિવસે મને સહકારિતા મંત્રી બનાવવામાં આવ્યો, ત્યારે મને લાગ્યું કે મને ગૃહ મંત્રાલય કરતા પણ મોટો વિભાગ મળ્યો છે, જે દેશના ખેડૂતો, ગરીબો, ગામડાઓ અને પ્રાણીઓ માટે કામ કરે છે.’
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
'સહકારી-સંવાદ' કાર્યક્રમ દરમિયાન અમિત શાહે સ્વર્ગસ્થ ત્રિભુવન કાકાના નામે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. તેમણે ભારતના સહકારી આંદોલન્નનો સાચો પાયો નાખવાનો શ્રેય ત્રિભુવન કાકાને આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ‘આ એટલે શક્ય બન્યું છે કારણ કે હું દેશભરમાં જ્યાં પણ જાઉં છું, હું જોઉં છું કે નાના પરિવારોની મહિલાઓએ તેમના બાળકોને કેવી રીતે શિક્ષિત કર્યા છે અને તેમની જિંદગીમાં પરિવર્તન લાવ્યા છે. આજે, જ્યાં પણ સહકારી મંડળીઓ સ્થપાઈ છે, લોકો 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે, આ બધું ત્રિભુવન કાકાના દૂરંદેશી વિચારોને કારણે શક્ય બન્યું છે. છતા પણ, તેમણે ક્યારેય પોતાનું નામ બનાવવા માટે કંઈ ન કર્યું.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp