Gujarat: પાર્સલમાં બ્લાસ્ટ થતા મચ્યો હાહાકાર, ડિલિવરી કરનાર અને લેનાર બંને ઇજાગ્રસ્ત
Ahmedabad Blast: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. પાર્સલ ડિલિવરી કરનાર અને પાર્સલ લેનાર બંને ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના શનિવારે સવારે 10:30 વાગ્યે શિવમ રૉ હાઉસમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ ડિલિવર કરનાર અને પાર્સલ રિસીવર બંને ઇજાગ્રસ્ત છે. પાર્સલમાં બેટરીમાં વિસ્ફોટ થયો હતો. પાર્સલ બ્લાસ્ટના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી.
પોલીસ અધિકારી નીરજ કુમાર બરગુર્જરે જણાવ્યું હતું કે ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ સાબરમતીમાં બલદેવના ઘરે આવ્યો હતો અને એક પાર્સલ આપ્યું હતું જે ફાટ્યું હતું. આરોપી ગૌરવ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને વચ્ચે આંતરિક ઝઘડો થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડૉગ સ્કવોડ, FSL ઘટનાસ્થળે હાજર છે.
પોલીસે જણાવ્યું કે આરોપી પાર્સલ તૈયાર કરીને લાવ્યો હતો. પાર્સલમાં બ્લેડ અને ઈલેક્ટ્રોનિક સ્વીચ પણ હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. સાબરમતી પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ગૌરવ ગઢવી તરીકે થઈ હતી, જે અહીં બળદેવભાઈને પાર્સલ પહોંચાડવા આવ્યો હતો. જોકે, ડિલિવરી દરમિયાન પાર્સલ ફાટતા બળદેવભાઈના ભાઈ કિરિટ સુખડિયા અને ગઢવી પોતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગત પારિવારિક વિવાદનું પરિણામ છે. વિસ્ફોટમાં દારૂના કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. વિસ્ફોટને અંજામ આપવામાં સામેલ લોકોના નામની ઓળખ કરી લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં, એક મહિલાને અજાણ્યા વ્યક્તિ દ્વારા પાર્સલ આપવામાં આવ્યું હતું, જેનાથી તે ચોંકી ગઈ હતી. મહિલાએ તેના ઘર માટે ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે પાર્સલ આવ્યું ત્યારે તેમાં એક લાશ હતી. મૃતદેહની સાથે તેને એક ધમકીભર્યો પત્ર પણ મળ્યો, જેમાં તેની પાસેથી 1.30 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો તેની માગણી નહીં સંતોષાય તો તેના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે તરત જ પોલીસને જાણ કરી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp