મહારાષ્ટ્રમાં ન શિંદે કે ન ફડણવીસ, શું આ નેતા બનશે મુખ્યમંત્રી? શપથ ગ્રહણ અગાઉ રાજકીય ગરમાવો વધ

મહારાષ્ટ્રમાં ન શિંદે કે ન ફડણવીસ, શું આ નેતા બનશે મુખ્યમંત્રી? શપથ ગ્રહણ અગાઉ રાજકીય ગરમાવો વધ્યો

11/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રમાં ન શિંદે કે ન ફડણવીસ, શું આ નેતા બનશે મુખ્યમંત્રી? શપથ ગ્રહણ અગાઉ રાજકીય ગરમાવો વધ

Maharashtra New CM Murlidhar Mohol: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે અને પ્રચંડ જીત છતા હજુ સુધી મહાગઠબંધનમાં મુખ્યમંત્રીનું નામ પસંદ કરવામાં આવ્યું નથી. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના એકનાથ શિંદે રેસમાં મુખ્ય નામ છે, પરંતુ હવે વધુ એક નામ જે ચર્ચામાં આવી રહ્યું છે તેનાથી રાજ્યનું રાજકીય તાપમાન ખૂબ જ વધી ગયું છે.

મહારાષ્ટ્રમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની જાહેરાત અગાઉ હવે ચર્ચા શરૂ થઈ છે કે જો ફડણવીસ-શિંદે મુખ્યમંત્રી નહીં બને તો ત્રીજું નામ કોનું હોઈ શકે? દરમિયાન સોશિયલ મીડિયા પર અચાનક મુખ્યમંત્રી પદ માટે વધુ એક નામ ચર્ચામાં આવ્યું હતું. તે છે કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ. મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે મુરલીધર મોહોલ સાંસદ પદ પરથી સીધા મુખ્યમંત્રી પદ મેળવીને લોટરી જીતવા જઈ રહ્યા છે. જો કે ખુદ મુરલીધર મોહોલે આ સમાચારને નકારી કાઢ્યા છે.


મુરલીધર મોહોલનું નિવેદન:

મુરલીધર મોહોલનું નિવેદન:

ABP માઝાના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા છે કે મહારાષ્ટ્રના લોકો પહેલીવાર સાંસદ બનેલા મુરલીધર મોહોલને મુખ્યમંત્રી બનતા જોવા માગે છે. જોકે, પુણેના સાંસદે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ વાતને નકારી કાઢી હતી.

મુરલીધર મોહોલે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે સોશિયલ મીડિયા પર મારા નામની સતત ચર્ચા થઈ રહી છે, જે કાલ્પનિક છે. અમે ભાજપના નેતૃત્વમાં લડ્યા. અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસ છે. અમારી પાર્ટીના નિર્ણયો સોશિયલ મીડિયા દ્વારા નહીં, પરંતુ સંસદીય બોર્ડમાં સર્વસંમતિથી લેવામાં આવે છે. એકવાર સંસદીય બોર્ડમાં નિર્ણય લેવામાં આવે તે પછી, પક્ષનો અંતિમ નિર્ણય બધા માટે સર્વોચ્ચ હોય છે. તેથી સોશિયલ મીડિયા પર મારા નામની ચર્ચા અર્થહીન છે."


મુરલીધર મોહોલ પ્રથમ વખત સાંસદ બન્યા છે

મુરલીધર મોહોલ પ્રથમ વખત સાંસદ બન્યા છે

જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુરલીધર મોહોલ પુણે લોકસભા સીટથી પહેલીવાર સાંસદ બન્યા છે અને જંગી બહુમતીથી જીતીને સંસદમાં આવ્યા છે. ચૂંટણી પહેલા નોમિનેશન દરમિયાન કેટલીક અડચણો આવી હતી. જો કે, બાદમાં તેમણે ધાંગેકરને લાખો મતોથી હરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતે મોહોલમાં ચૂંટણી રેલી કરી હતી. સાંસદ તરીકે શપથ લીધા બાદ મોહોલને કેન્દ્રીય રાજ્ય મંત્રી પદની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.


મહારાષ્ટ્રને 32 મંત્રીઓ મળશે

મહારાષ્ટ્રને 32 મંત્રીઓ મળશે

વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત બાદ હવે મહાયુતિના ઘટક પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે કે કયા પક્ષમાંથી કેટલા ધારાસભ્યો બનાવવામાં આવશે અને કોને કયો વિભાગ આપવામાં આવશે. આ અંગે ગુરુવારે (28 નવેમ્બર) કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક યોજાઈ હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં લગભગ તમામ વિભાગો પર અંતિમ ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવ્યા છે. આ વખતે પણ મહારાષ્ટ્રમાં એક મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી હશે. તો, એવા પણ સમાચાર છે કે કુલ 32 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top