Gujarat: મુસાફરોને આ બસમાં મળશે ફ્લાઈટ જેવી સુવિધા! રાજકોટ બસ બસપોર્ટથી શરૂ થશે યાત્રાનો શુભારંભ
GSRTC to launch Rajkot-Nathdwara, Rajkot-Bhuj Volvo bus services: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યને દરેક ક્ષેત્રે આગળ લઈ જવા માટે સતત કાર્યરત છે. તેની સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લોકોની આવશ્યક સુવિધાઓની કાળજી લેવામાં આવી રહી છે, જેના થકી ગુજરાત દેશના અન્ય રાજ્યોથી ખાસ બની રહ્યું છે. આ શ્રેણીમાં ગુજરાત સરકારે પ્રથમ વખત રાજકોટથી નાથદ્વારા વાયા અમદાવાદ સુધી STની વૉલ્વો બસ સેવા શરૂ કરી છે. તેના માટે ગુજરાત રાજ્ય ST નિગમ દ્વારા રાજકોટ ST ડિવિઝનને 5 નવી વૉલ્વો બસો ફાળવવામાં આવી છે. આ બસો ભુજ અને નાથદ્વારા રૂટ પર દોડશે. આ બસમાં મુસાફરોને ફ્લાઈટ જેવી સુવિધા પણ મળશે.
આ વૉલ્વો બસમાં મુસાફરોને ફ્લાઈટ જેવી સુવિધા મળશે. તેમજ બસના મુસાફરોની સુરક્ષા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. આ બસ સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર સેફ્ટી અને સ્મોક ડિટેક્શન એલાર્મથી સજ્જ છે. આ ઉપરાંત 47 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ વૉલ્વો બસમાં આરામદાયક પુશ બેક સીટો, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, LED TV, એક્ઝોસ્ટ ફેન (મૂવેબલ), ઈમરજન્સી સહિત 2 હેચ, ઇમરજન્સી એક્ઝિટ ડૉરની સુવિધાઓ મુસાફરોને મળશે.
મળતી માહિતી મુજબ, રાજકોટથી ઉપડતી નાથદ્વારા વૉલ્વો દરરોજ સાંજે 4:30 વાગ્યે રાજકોટ બસપોર્ટથી ઉપડશે. તે લગભગ 12 કલાકમાં નાથદ્વારા પહોંચશે. રાજકોટથી નાથદ્વારા વૉલ્વો બસનું ભાડું 1371 રૂપિયા છે. જ્યારે બાકીની વૉલ્વોસ ભુજ રૂટ પર દોડશે, જેનું ભાડું 634 રૂપિયા રાખવામાં આવ્યું છે. રાજકોટથી ભુજ વૉલ્વો રાજકોટ બસપોર્ટથી દરરોજ સવારે 6:00 વાગ્યે, બપોરે 12:30 વાગ્યે અને સાંજે 5:30 વાગ્યે ઉપડશે. આ બસ મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપુર થઈને જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp