Gujarat: અમદાવાદની ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલમાં PMJAY વિવાદ

Gujarat: અમદાવાદની ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલમાં PMJAY વિવાદ

12/21/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: અમદાવાદની ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલમાં PMJAY વિવાદ

Shalby Hospital: અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિ હૉસ્પિટલ 2 દર્દીઓના મોત બાદ PMJAY કાર્ડ થકી સરકારી પૈસા ખંખેરી લેવાનું કૌભાંડ બહાર આવ્યું અને હવે અનેક ખુલાસા થઇ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું કે જેમની પાસે કાર્ડ ન હોય, તેમને થોડી જ મિનિટોમાં માત્ર ૧૫૦૦ રૂપિયા આપીને PMJAY કાર્ડ કાઢી આપવામાં આવતો હતો. એ તો ઠીક છે પરંતુ PMJAY કાર્ડને પાત્ર ન હોય એવા લોકોને પણ આ કાર્ડ કાઢી આપવામાં આવતો હતો.

ત્યારબાદ તપાસમાં બહાર આવ્યું કે PMJAY માટે કામ કરતી કંપની દ્વારા સરકારી લોગ ઇન આઈડી ભાડે આપી દેવામાં આવી હતી. હવે વધુ એક હૉસ્પિટલનો PMJAY વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના નરોડાની શેલ્બી હૉસ્પિટલના ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે.


ડૉક્ટરોની ભૂલના કારણે વૃદ્વનું મોત

ડૉક્ટરોની ભૂલના કારણે વૃદ્વનું મોત

મૃતકના પરિવારજનો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે શેલ્બી હૉસ્પિટલમાં PMJAY યોજના હેઠળ 62 વર્ષીય દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબિયત બગડતી ગઈ અને થોડા દિવસોમાં મોત થઇ ગયું. પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો કે, શેલ્બી હૉસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કીડની ખરાબ થઇ ગયા અને મગજનો લક્વો થઇ ગયો. ત્યારબાદ દર્દીનું મોત થઇ ગયું.

પરિવારજનોએ જણાવ્યું કે, ડૉક્ટરોની ભૂલના કારણે વૃધાનું મોત થયું. PMJAY યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ પરેશાની થાય છે એટલે ડૉક્ટર છટકી જાય છે અને બીજી હૉસ્પિટલમાં મોકલી આપે છે. હૉસ્પિટલે PMJAY હેઠળ કિડનીની સારવાર કરવાની ના પાડી દીધી અને સિવિલ હૉસ્પિટલમાં જવા કહ્યું.


હૉસ્પિટલે આરોપોનું ખંડન કર્યું

હૉસ્પિટલે આરોપોનું ખંડન કર્યું

જોકે મામલે હૉસ્પિટલનું નિવેદન પણ સામે આવ્યું છે. હૉસ્પિટલે કહ્યું કે, દર્દીની સ્વાસ્થ્ય ગંભીર હતું અને તેમને શ્રેષ્ઠ સારવાર આપી હતી. દર્દીને અન્ય રીફર કરવામાં આવ્યો નહોતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી કરી છે. પગની નસ દબાતી હોવાથી ઓપરેશન કર્યું તેમ છતા તેનું સ્વાસ્થ્ય વધુ લથડ્યું અને પછી મોત થઇ ગયું. ૩૦ દિવસ સુધી તેની સારવાર કરી, પરંતુ મોટા ભાગે તે વેન્ટીલેટર પર રહ્યો, ભાનમાં જ ન આવ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top