ભાજપની ઓફર પર શિંદેની શરતો: નાયબ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર, પરંતુ..
Eknath Shindes conditions on BJPs offer: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ હવે મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને મતભેદો સામે આવ્યા છે. ચૂંટણી પરિણામોના 4 દિવસ બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને મોટો પ્રશ્ન છે. સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદેએ ભાજપની ઓફર પર નવો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં શિવસેનાએ 2 નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાની માગ કરી છે. એવામાં હવે સવાલ એ છે કે ભાજપે 2 ઓફર આપ્યા બાદ મુખ્યમંત્રીએ પલટવાર કરતા 2 નવી શરતો મૂકી દીધી. હવે બોલ ફરી એકવાર ભાજપના પક્ષમાં છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચેની ખેંચતાણ હવે કોઈથી છુપાયેલી નથી. રાજ્યની સાથે કેન્દ્રમાં મોદી સરકારના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના નફા-નુકસાનની ગણતરી કરી રહી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પદ જાળવી રાખવા બદલ ભાજપે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલય આપવા અને કેન્દ્રમાં મંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
શિંદેને ભાજપની ઓફર વધારે પસંદ ન આવી. ત્યારબાદ બુધવારે સવારે શિંદેએ ભાજપ સમક્ષ 2 શરતો મૂકી છે. પ્રથમ-શિંદે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે અને બીજું, શિંદેની પાર્ટીના 2 નાયબ મુખ્યમંત્રી ફડણવીસ સરકારમાં સામેલ થશે. હવે જોવાનું એ રહે છે કે શું ભાજપ આ શરતો સ્વીકારશે?
રાજકીય વિશ્લેષકોના મતે કેન્દ્રમાં મોદી સરકાર ટકી રહેવા અને શિંદે વિશ્વાસપાત્ર હોવાને કારણે ભાજપ આ શરતો સ્વીકારી શકે છે. શિંદેને ગૃહ મંત્રાલય આપવાની સાથે ભાજપ નાયબ મુખ્યમંત્રી અંગે પણ વાત કરી શકે છે. જો ભાજપ શિંદેની શરતો સ્વીકારે તો સરકારમાં ૩ નાયબ મુખ્યમંત્રી હશે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ શિંદેની શરતોને કેટલું મહત્ત્વ આપે છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp