અમિત શાહે બાબાસાહેબ આંબેડકર બાબતે શું કહ્યું હતું? જુઓ આખો વીડિયો

અમિત શાહે બાબાસાહેબ આંબેડકર બાબતે શું કહ્યું હતું? જુઓ આખો વીડિયો

12/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અમિત શાહે બાબાસાહેબ આંબેડકર બાબતે શું કહ્યું હતું? જુઓ આખો વીડિયો

Amit Shah: અત્યારે દેશમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકરને લઈને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ આ મામલે સરકાર અને ભાજપ પર હુમલાવર છે. વિપક્ષનું કહેવું છે કે, અમિત શાહે બાબાસાહેબનું અપમાન કર્યું. તો ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે ગૃહમંત્રીના ભાષણનો વીડિયો એડિટ કર્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ આ મામલે ફેક્ટ ચેક કરીને વીડિયો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીની રેલી દરમિયાન જે રીતે રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે થયું હતું, બરબાર એવી જ રીતે અત્યારે અમિત શાહ સાથે થઇ રહ્યું છે. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હતો, જેનો ઘણા લોકોએ આનંદ ઉઠાવ્યો.


2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધીનું અડધું નિવેદન વાયરલ થયું હતું

2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધીનું અડધું નિવેદન વાયરલ થયું હતું

વર્ષ 2017માં એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તેઓ કહેતા હતા 'એસી મશીન લાઉંગા, ઇસ સાઇડસે આલૂ ઘૂસેગા, ઉસ સાઇડ સે સોના નિકલેગા. ઇતના પૈસા બનેગા કી આપકો ભી પતા નહીં હોગા કી ક્યાં કરના હૈ પૈસે કા.' તેમના ભાષણમાંથી આટલી લાઈન લઈને વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યો હતો. જે આખું નિવેદન નથી.

વાસ્તવમાં પાટણમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, તમારા પરસેવાના પૈસા હતા. એક ગાડી ન બની 33 હજાર કરોડ રૂપિયા તમારા, માર્કેટિંગ મોદીજીની. અને તમે જોતા રહી ગયા. આ હકીકત છે ગુજરાતની. આદિવાસીઓને કહ્યું કે, 40 હજાર કરોડ રૂપિયા આપીશ, એક રૂપિયો ન આપ્યો. થોડા મહિના અગાઉ અહીં પૂર આવ્યો હતો, 500 કરોડ રૂપિયા આપીશ, એક રૂપિયો ન આપ્યો. '

બટેટાના ખેડૂતો બાબતે બોલતા રાહુલે કહ્યું હતું કે, એસી મશીન લાઉંગા કી ઇસ સાઇડ સે આલૂ ઘૂસેગા, ઉસ સાઇડ સે સોના નિકલેગા. ઇસ સાઇડ આલૂ ડાલો, ઉસ સાઇડ સોના નીકાલો. ઇતના પૈસા બનેગા કી આપકો પતા નહીં હોગા કી ક્યાં કરના હૈ પૈસે કા. યે મેરે શબ્દ નહી હૈ, નરેન્દ્ર મોદીજી કે શબ્દ હૈ. જો કે, રાહુલ ગાંધીના અધૂરા નિવેદન પર સોશિયલ મીડિયા પર ખૂબ મજા લેવામાં આવી હતી.

એવી જ રીતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આંબેડકરને લઈને આપેલા અડધા નિવેદનને વાયરલ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું. મુખ્ય વિપક્ષી પક્ષે શાહના સંબોધનનો એક વીડિયો અંશ શેર કર્યો, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ વિપક્ષ પર કટાક્ષ કરતા કહી રહ્યા છે કે, 'અત્યારે એક ફેશન થઇ ગઇ છે- આંબેડકર, આંબેડક.... આંબેડકર. જો એટલું નામ ભગવાનનું લેતા તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જતું.'


શું છે અમિત શાહનું આખું નિવેદન?

શું છે અમિત શાહનું આખું નિવેદન?

સ્વભાવિક છે કે સદનમાં સંવિધાનને લઈને ચર્ચા થઇ રહી હતી, અને વિપક્ષ દ્વારા સંવિધાનને લઈને સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો હતો. તો અમિત શાહ કાઉન્ટર એટેક કરી જડબાતોડ જવાબ આપે એ સ્વભાવિક અને દેખીતું છે. અને તેઓ વિપક્ષ પર પ્રહાર કરતા પોતાનું ભાષણ આપી રહ્યા હતા. જેમાંથી એક અંશ લેવામાં આવ્યો છે. જેને વાયરલ કરાયો છે.

હવે PIB ફેક્ટ ચેક દ્વારા અમિત શાહનું આખું નિવેદન શેર કરવામાં આવ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, માન્યવર અત્યારે એક ફેશન થઇ ગઈ છે આંબેડકર.. આંબેડકર.. આંબેડકર. આંબેડકર.. એટલું નામ જો ભગવાનનું લેતા તો સાત જન્મોનું સ્વર્ગ મળી જતું. સારી વાત છે.. એટલું બોલતા જ વિરોધનો સ્વર આવે છે તો અમિત શાહ કહે છે સંભાળો, હું બતાવું છું ને.. અમને તો અનંદ છે કે આંબેડકરનું નામ લો છો.

તેમણે વધુમાં કહ્યું કે, આંબેડકરનું નામ હજી 100 વખત વધારે લો, પરંતુ સાથે જ હું આંબેડકરજી પ્રત્યે તમારો ભાવ શું છે એ હું બતાવું છું. આંબેડકરજીએ દેશની પહેલી કેબિનેટમાંથી રાજીનામું કેમ આપી દીધું? આંબેડકરજીએ ઘણી વખત કહ્યું કે, અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ સાથે થયેલા વ્યવહારથી અસંતુષ્ટ છું. સરકારની વિદેશ નીતિથી અસહમત છું, આર્ટિકલ 370થી હું નારાજ છું એટલે હું છોડવા માગું છું. તેમને આશ્વાસન આપવામાં આવ્યું, એ આશ્વાસન પણ પૂરું ન થયું. તેમણે ઇગ્નોરન્સના કારણે રાજીનામું આપી દીધું.

તો આ હતું અમિત શાહનું આખું નિવેદન. હવે આ આખું નિવેદન સંભાળ્યા બાદ લાગશે કે અમિત શાહે આંબેડકરને લઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ જ કર્યો નથી. તો આ રીતે જેમ વર્ષ 2017ની ચૂંટણી વખતે રાહુલ ગાંધીનો અડધો વીડિયો વાયરલ કરાયો હતો એવી જ રીતે આ વખતે અમિત શાહ સાથે થયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top