Video: BJPના ધારાસભ્યએ તિરંગો ઉતારી ભગવો ધ્વજ ફરકાવ્યો; બોલ્યા- આ હિંદુ રાષ્ટ્ર બનાવવા..
BJP MLA Amar Singh Yadav Down Indian Flag and Hoisted saffron: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાથી એક મોટો મામલો સામે આવ્યો છે. અહીં ભાજપના ધારાસભ્યએ ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવતા ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારીને, એ જગ્યાએ ભગવો ધ્વજ ફરકાવી દીધો. આ દરમિયાન ભાજપના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, આજે મધ્ય પ્રદેશના રાજગઢથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. એટલું કહેવાની સાથે જ તેમણે હિન્દુ રાષ્ટ્ર જિંદાબાદ અને જય જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.
આ આખો મામલો રાજગઢ જિલ્લાના ભારત માતા ચોકનો છે. અહીં ભાજપના ધારાસભ્ય અમરસિંહ યાદવ દ્વારા ચાર રસ્તા પર લગાવવામાં આવેલ ભારતીય રાષ્ટ્રધ્વજને હટાવીને ત્યાં ભગવો ધ્વજ લગાવી દીધો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય અમરસિંહ યાદવને ચોક પર ભગવો ઝંડો ફરકાવતા જોઈ શકાય છે. તેમની સાથે અન્ય ઘણા લોકો પણ સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે.
राजगढ़ में हिंदू राष्ट्र बनाने के लिए तिरंगा झंडा उतार कर लगाया गया भगवा झंडाहिंदू राष्ट्र बनाने की शुरुआत हुई आज राजगढ़ से भाजपा विधायक अमर सिंह यादव का बयान हिंदू राष्ट्र बनाने की शुरुआत आज राजगढ़ से कर रहे हैं शुरू राजगढ़ भारत माता चौराहे पर लगाया भगवा झंडा pic.twitter.com/bdHOrnZi5D — Pooja Mishra (@PoojaMishr73204) December 3, 2024
राजगढ़ में हिंदू राष्ट्र बनाने के लिए तिरंगा झंडा उतार कर लगाया गया भगवा झंडाहिंदू राष्ट्र बनाने की शुरुआत हुई आज राजगढ़ से भाजपा विधायक अमर सिंह यादव का बयान हिंदू राष्ट्र बनाने की शुरुआत आज राजगढ़ से कर रहे हैं शुरू राजगढ़ भारत माता चौराहे पर लगाया भगवा झंडा pic.twitter.com/bdHOrnZi5D
વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા ભાજપ ધારાસભ્ય અમર સિંહ યાદવે કહ્યું હતું કે આજે હિંદુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત રાજગઢથી થઈ રહી છે. આજે આપણે રાજગઢથી ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની પહેલ શરૂ કરી છે. અમે આ ભગવો ધ્વજ લહેરાવીને શરૂઆત કરી રહ્યા છીએ. આજે સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થયો છે. આ દરમિયાન ધારાસભ્ય અમર સિંહે કહ્યું કે, તેઓ અહીંથી પદયાત્રાની શરૂઆત કરશે, જેથી ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp