CM એકનાથ શિંદેએ રાજ્યપાલને આપ્યું રાજીનામું, સંજય રાઉતે કર્યો કટાક્ષ

CM એકનાથ શિંદેએ રાજ્યપાલને આપ્યું રાજીનામું, સંજય રાઉતે કર્યો કટાક્ષ

11/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

CM એકનાથ શિંદેએ રાજ્યપાલને આપ્યું રાજીનામું, સંજય રાઉતે કર્યો કટાક્ષ

Eknath Shinde resigns as CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં રાજભવનમાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સોંપી દીધું છે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP સાથે મળીને બનેલું મહાયુતિ ગઠબંધન વિજયી બન્યું છે.


મોદી-શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરશે, શિંદે અને અજીત ભાજપના ગુલામ- સંજય રાઉત

મોદી-શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરશે, શિંદે અને અજીત ભાજપના ગુલામ- સંજય રાઉત

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ભાજપના સહયોગી NCP અને શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી નક્કી કરશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે. એકનાથ શિંદે કે અજિત પવાર પોત-પોતાના પક્ષો વિશે નિર્ણય લઈ શકતા નથી. બંને પક્ષો અંગેના નિર્ણયો દિલ્હીમાં લેવામાં આવે છે. એકનાથ શિંદે અને અજીત પવારનું શું કરવું તે અમિત શાહ અને મોદીજી નક્કી કરે છે. આ બંને પક્ષો (શિવસેના અને NCP) ભાજપના ગુલામ છે. તેઓ ભાજપની સહાયક કંપનીઓ છે. મોદીજી અને અમિત શાહજી જે કહે છે, તેમણે તેનું પાલન કરવું પડશે.

જુન્નાર બેઠક પરથી જીતેલા અપક્ષ ઉમેદવાર શરદ ભીમાજી સોનાવે તેમના સમર્થકો સાથે મહાયુતિને સમર્થન આપવા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top