આ નેતાએ ટિકિટ કપાતા RJDને આપ્યો હતો 25 સીટો જીતવાનો શ્રાપ, હવે સાચી સાબિત થઈ વાત
ગયા મહિને ટિકિટ ન મળ્યા બાદ પોતાના કપડાં ફાડીને જમીન પર રડતા જોવા મળેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મદન શાહે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે. મદન શાહે કહ્યું કે, ‘ટિકિટ ન મળવાના દર્દે તેમને પાગલ બનાવી દીધા હતા. હું પટનામાં લાલુ યાદવને મળવા ગયો, પરંતુ મને કોઈ ન મળ્યું. મને એટલું દુઃખ થયું કે મેં મારા કપડાં ફાડી નાખ્યા, જમીન પર પડી ગયો અને શ્રાપ આપ્યો કે તેમની પાર્ટી 25 બેઠકો પર સમેટાઈ જશે અને ખરેખર એવું જ થયું.’
મદન શાહે કહ્યું, ‘હું હજુ પણ પાર્ટી માટે દુઃખી છું. પાર્ટીની હારથી મને દુઃખ થયું છે, પરંતુ ભગવાન જે કરે છે તે સારું કરે છે. પાર્ટીમાં જે ચાણક્ય કહેવાય છે, તેઓ પાર્ટીને બરબાદ કરવા માટે તૈયાર છે. જ્યાં સુધી તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી કંઈ સુધરશે નહીં. આ વખતે ટિકિટ વિતરણમાં લાલુ યાદવની સલાહ લેવામાં આવી નહોતી. એટલા માટે પાર્ટી આ સ્થિતિમાં પહોંચી છે. ટિકિટ માટે પૈસા માંગવા અંગે પૂછવામાં આવતા મદન શાહે કહ્યું કે, કોઈએ આવી સીધી માગણી કરી નથી.
તેમણે કહ્યું કે, ‘મારી પાસેથી સીધા પૈસા (ટિકિટ માટે) માંગવામાં આવ્યા નહોતી; તે મીડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તો હું પૈસા કેવી રીતે આપી શકું? હું તેને રસ્તા પર ફેંકી ન શકું. હું 1990થી પાર્ટી સાથે છું, હું પાર્ટીનો કાર્યકર છું અને હું પાર્ટી માટે કામ કરું છું. હું ટિકિટ માટે પૈસા કેમ આપું અને ક્યાંથી આપીશ? મધુબનની ટિકિટ એવી વ્યક્તિને આપવામાં આવી હતી જે પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નહોતો. તે એક સરકારી ડૉક્ટર છે અને તેણે રાજીનામું પણ આપ્યું નહોતું. ત્યારબાદ તેણે તેની પત્ની સંધ્યા રાનીના નામે ટિકિટ લીધી.
મદન શાહે કહ્યું કે લાલુ યાદવે તેમને ખાતરી આપી હતી કે તેમને ટિકિટ મળશે. તેજસ્વી યાદવે પણ આવું કહ્યું હતું. હું મતવિસ્તારમાં સખત મહેનત કરી રહ્યો હતો. જે દિવસે ટિકિટ જાહેર થવાની હતી, તે દિવસે મને બપોરે 2:00 વાગ્યા સુધી કહેવામાં આવ્યું કે મને ટિકિટ મળશે. પરંતુ જ્યારે યાદી આવી ત્યારે મારું નામ ગાયબ હતું. હું ખૂબ જ દુઃખી હતો, હું લાલુ યાદવના નિવાસસ્થાન બહાર જમીન પર આળોટતો રહ્યો. પ પરંતુ મને કોઈને મળવા દેવામાં આવ્યો નહોતો. તેમણે સંજય યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ RJDના ચૂંટણી પરાજય માટે જવાબદાર છે. શાહે કહ્યું કે જ્યાં સુધી સંજય યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે.
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં RJD માત્ર 25 બેઠકો જીતી શકી, જે મદન શાહના શાપ સાથે મેળ ખાય છે. પાર્ટીમાં આંતરિક ઝઘડા અને ટિકિટ વિતરણ અંગેના પ્રશ્નો વચ્ચે મદન શાહનું નિવેદન હેડલાઇન્સમાં છે. ભાજપ અને JDUના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને બિહાર ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો, 202 બેઠકો જીતી, જ્યારે RJDના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન 35 બેઠકો પર સમેટાઇ ગયું. અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ 5 બેઠકો જીતી. બહુજન સમાજ પાર્ટી પણ 1 બેઠક જીતીને પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી. NDAમાં સામેલ પક્ષોમાં, ભાજપે 89 બેઠકો, JDUએ 85 બેઠકો, LJPVએ 19, HAMએ 5 અને RLMએ 4 બેઠકો જીતી. મહાગઠબંધન (ગ્રાન્ડ (ગઠબંધન) RJDએ 25 બેઠકો, કોંગ્રેસે 6, ડાબેરી પક્ષોએ 3 અને IIPએ 1 બેઠકો જીતી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp