લો બોલો! કાળા જાદુથી ઈમરાનની સત્તાને કંટ્રોલ કરતી હતી બુશરા બીબી, પાકિસ્તાનમાં મચ્યો હોબાળો
પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે, આ વખતે કારણ છે, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીના. ધ ઇકોનોમિસ્ટમાં પ્રકાશિત એક વિગતવાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બુશરા બીબીએ ન માત્ર ઇમરાન ખાન પર પોતાના ‘આધ્યાત્મિક’ પ્રભાવનો ઉપયોગ કર્યો, પરંતુ ઘણા મોટા સરકારી નિર્ણયોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અહેવાલનું શીર્ષક ‘રહસ્યવાદી, ક્રિકેટર અને જાસૂસ: પાકિસ્તાનની રાજગાદીનો ખેલ’માં જણાવાયું છે કે 2018 થી 2022 દરમિયાન વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, ઇમરાન ખાને બુશરા બીબીની આધ્યાત્મિક સલાહ અથવા સપના પર આધારિત ઘણા નિર્ણયો લીધા હતા. અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બુશરા બીબીએ કાળા જાદુ અને ધાર્મિક માન્યતાઓ દ્વારા ઇમરાન ખાન પર પ્રભાવ જાળવી રાખ્યો હતો, ઘણીવાર ISI તરફથી મળેલી માહિતીને ‘રુહાની સંદેશાઓ’ બતાવીને તેમના સુધી પહોંચાડ્યા.
અહી સુધી કે, વર્તમાન આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે પણ જ્યારે તેઓ ISI ચીફ તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે બુશરા બીબીની દખલગીરી વિશે ઇમરાન ખાનને ચેતવણી આપી હતી, પરંતુ ખાને તેમની સલાહ પર ધ્યાન આપવાને બદલે તેમને હટાવી દીધા.
અહેવાલમાં ઇમરાન ખાનના નજીકના સહાયક અવન ચૌધરીએ દાવો કર્યો છે કે, તેમને ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાથી રોકવામાં આવ્યા હતા કારણ કે બુશરા બીબીએ સપનું જોયું હતું. કેટલાક કિસ્સાઓમાં ઇમરાન ખાન સંભવિત અધિકારીઓના તસવીરો તેમણે મોકલતા હતા અને તે તેમના ચહેરા વાંચીને સલાહ આપતી હતી. એક સંબંધીના જણાવ્યા મુજબ, ઇમરાન ખાને બુશરા બીબીના કહેવાથી ફ્લાઇટ 4 કલાક મોડી કરી હતી કારણ કે સમય ‘અશુભ’ હતો.
ઇમરાન ખાનના મંત્રીમંડળના પૂર્વ સભ્ય ફૈઝલ વાવડાએ પણ કહ્યું હતું કે બુશરા બીબી ઘણી બેઠકોમાં વધુ પડતી દખલ કરતી હતી અને કેટલાક પ્રસંગોએ જનરલ બાજવા કરતાં વધુ વાત કરતી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ISI અધિકારીઓ બુશરા બીબીને માહિતી આપતા હતા, તે તેને રૂહાની સંકેત" ગમાવીને ઇમરાન ખાન સુધી પહોંચાડતી હતી.
આ રિપોર્ટે પાકિસ્તાની રાજકારણમાં એક નવી ચર્ચા જગાવી છે. PTIએ તેને ‘વિદેશી મીડિયાનો જૂનો પ્રોપગેંડા’ ગણાવ્યો છે અને ધ ઇકોનોમિસ્ટ પાસેથી માફીની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે લેખમાં બિનજરૂરી રીતે ખાનના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે દેશમાં માનવાધિકાર ઉલ્લંઘન અને ગેરકાયદેસર કેસો પર કોઈ વાત નથી થઈ.
તો PML-Nના નેતાઓ તેને તથ્યોને અનુરૂપ ગણાવી રહ્યા છે. પંજાબના મંત્રી આઝમા બુખારીએ કહ્યું કે લેખે ખાનની ‘નકલી આધ્યાત્મિક તંત્ર’નો પર્દાફાશ કર્યો છે. પત્રકાર તલત હુસૈને તેને ‘પાવર, જાદુ અને મનોવૈજ્ઞાનિક નિયંત્રણ પર આધારિત ઊંડો અભ્યાસ’ ગણાવ્યો. આ દરમિયાન, હુસૈન હક્કાનીએ PTI પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘પોતાનઇ પ્રશંસા થવા પર આ જ લોકો ‘ધ ઇકોનોમિસ્ટ’ને શ્રેષ્ઠ માનતા હતા, હવે રિપોર્ટ પસંદ ન આવ્યો તો બેકાર કહી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp