ભાજપે આગમાં ઘી હોમવાનું કામ કર્યું! લાલુ પરિવારમાં મચેલા હોબાળા પર BJP કર્યો કટાક્ષ
લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં છેડાયેલો વિવાદ હવે બિહારના રાજકારણમાં એક મુખ્ય મુદ્દો બની ગયો છે. રોહિણી આચાર્યના રાજકારણથી દૂર રહેવાના અને પરિવારથી અલગ રહેવાના નિર્ણયથી RJD માટે મુશ્કેલીઓ વધી છે એટલું જ નહીં, રાજકીય વાતાવરણ પણ તંગ બન્યું છે. જેમ-જેમ આ મામલો આગળ વધી રહ્યો છે, તેમ-તેમ NDAના વિરોધ પક્ષના નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમાં ભાજપે આગમાં ઘી હોમવા જેવુ કામ કર્યું છે.
ભાજપે આ વિવાદ પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે બિહારના લોકોએ RJDને સત્તાથી દૂર રાખીને ‘જંગલ રાજ’થી પોતાને બચાવ્યા. ભાજપે પ્રશ્ન કર્યો કે, ‘જે પરિવારમાં વહુ-દીકરીઓ સાથે આવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય, જો એજ લોકો સરકાર ચલાવી રહ્યા હોત તો બિહારની મહિલાઓનું શું થયું હોત?’ આ નિવેદનથી રાજકીય ગરમાવો વધુ વધ્યો. ભાજપના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું કે, ‘બિહારની જનતાએ RJDને ન ચૂંટીને પોતાને જંગલ રાજથી બચાવી લીધી! જે પરિવારની વહુ-દીકરીઓને વાળ પકડીને અને ચપ્પલથી મરવામાં આવતી હોય, જરા કલ્પના કરો આ લોકો સત્તામાં આવી જતાં, તો બિહારની બહેન-દીકરીઓ સાથે કેવું વર્તન કરતા...’
बिहार की जनता ने RJD को नहीं चुनकर जंगलराज से बचा लिया!जिस परिवार में बहू-बेटियों को बाल पकड़कर और चप्पल से पीटा जाता हो, सोचिए... ये लोग अगर सत्ता में आ जाते, तो बिहार की बहन-बेटियों के साथ कैसा सलूक करते... pic.twitter.com/dszwVYGyib — BJP (@BJP4India) November 16, 2025
बिहार की जनता ने RJD को नहीं चुनकर जंगलराज से बचा लिया!जिस परिवार में बहू-बेटियों को बाल पकड़कर और चप्पल से पीटा जाता हो, सोचिए... ये लोग अगर सत्ता में आ जाते, तो बिहार की बहन-बेटियों के साथ कैसा सलूक करते... pic.twitter.com/dszwVYGyib
LJP (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આ વિવાદને માનવીય દૃષ્ટિકોણથી જોતા કહ્યું કે રોહિણીનું દુઃખ સમજી શકાય છે. રોહિણી મારી બહેન જેવી છે. પરિવારમાં તણાવ હોય ત્યારે દુઃખ ઊંડું હોય છે. દીકરીનું ઘર માત્ર સાસરિયું હોય છે તે ધારણા ખોટી છે. હું રોહિણી જે અનુભવી રહી છે, તેની પીડા હું સમજી શકું છું. મને આશા છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે."
JDUએ તેને વ્યક્તિગત મામલો ગણાવ્યો
JDUના નેતા અશોક ચૌધરીએ આ વિવાદને લાલુ પરિવારનો અંગત મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે આટલા મોટા પરિવારમાં, મંતવ્યોના મતભેદ અસામાન્ય નથી, પરંતુ દુઃખદ છે કે આવી પરિસ્થિતિ પ્રકાશમાં આવી છે. આ સમગ્ર વિવાદ RJD માટે પણ અસ્વસ્થતાભરી પરિસ્થિતિ ઉભી કરે છે અને તેનું રાજકારણ કરવું યોગ્ય નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp