પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે અરેસ્ટ વોરંટ ઇશ્યૂ, જાણો શું છે મામલો

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે અરેસ્ટ વોરંટ ઇશ્યૂ, જાણો શું છે મામલો

12/21/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે અરેસ્ટ વોરંટ ઇશ્યૂ, જાણો શું છે મામલો

Robin Uthappa Arrest Warrant: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાની મુશ્કેલીઓ થોડી વધતી નજરે પડી રહી છે. તેની સામે અરેસ્ટ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઉથપ્પા એક સમયે ભારતીય ટીમ ઇન્ડિયાનો મહત્ત્વનો ખેલાડી હતો.


PF કૌભાંડનો લાગ્યો આરોપ

PF કૌભાંડનો લાગ્યો આરોપ

વાસ્તવમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા પર પ્રોવિડન્ટ ફંડ (PF) કૌભાંડનો આરોપ લાગ્યો છે. પ્રાદેશિક PF કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ તેમની વિરુદ્ધ આ અરેસ્ટ વોરંટ જાહેરી કર્યો છે. આ સાથે તેમણે પોલીસને પણ આ બાબતને ગંભીરતાથી લઇને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.


ઉથપ્પા આ કંપનીનું મેનેજમેન્ટ સંભાળતો હતો

ઉથપ્પા આ કંપનીનું મેનેજમેન્ટ સંભાળતો હતો

રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મેનેજમેન્ટ કરી રહ્યો હતો. હવે રોબિન પર કંપનીના કર્મચારીઓના પગારમાંથી PF કાપવાનો અને પછી તેને તેમના ખાતામાં એડ ન કરવાનો પણ આરોપ લાગ્યો છે. રિપોર્ટ અનુસાર આ સમગ્ર કૌભાંડ 23 લાખ રૂપિયાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પુલકેશનગર પોલીસને પત્ર લખીને કમિશનર ગોપાલ રેડ્ડીએ કહ્યું છે કે આ વોરંટનો અમલ કરવામાં આવશે. બીજી તરફ ઉથપ્પાએ પોતાનું રહેઠાણ બદલી લીધું છે, જેના કારણે પોલીસે આ વોરંટ PF ઓફિસને પરત કરવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસ અને PF વિભાગ પૂર્વ ક્રિકેટરના નિવાસ સ્થાનની તપાસ કરી રહ્યા છે. આ મામલો કર્મચારીઓની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી તેને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ અને PF વિભાગ બંને સંયુક્ત રીતે તેની તપાસ કરી રહ્યા છે.


2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી

2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી

રોબિન ઉથપ્પાએ વર્ષ 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 39 વર્ષીય ઉથપ્પાએ ભારત માટે 46 વન-ડે અને 13 T20 મેચ રમી છે. ઉથપ્પાએ વન-ડેમાં 934 રન બનાવ્યા હતા, જ્યારે T20માં 249 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ સિવાય ઉથપ્પાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી છે. IPLની સાથે સાથે ઉથપ્પા ઘણી વિદેશી ફ્રેન્ચાઈઝી લીગમાં રમતો જોવા મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top