પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે જસપ્રીત બુમરાહને આપ્યું નવું ઉપનામ

પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે જસપ્રીત બુમરાહને આપ્યું નવું ઉપનામ

12/02/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે જસપ્રીત બુમરાહને આપ્યું નવું ઉપનામ

Damien Fleming on Jasprit Bumrah: 'બૂમ-બૂમ' બુમરાહ તરીકે ઓળખાતા જસપ્રીત બુમરાહને હવે નવું ઉપનામ મળ્યું છે. બુમરાહને પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ડેમિયન ફ્લેમિંગ દ્વારા નવું ઉપનામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બુમરાહે પર્થ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને 8 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નિ ટ્રોફી આપવામાં આવી હતી. બુમરાહની શાનદાર બોલિંગે ડેમિયન ફ્લેમિંગનું દિલ જીતી લીધું હતું.

ફ્લેમિંગે સિડની મોર્નિંગ હેરાલ્ડ પર બુમરાહ વિશે વાત કરતા કહ્યું હતું કે, બુમરાહ બેટ્સમેનોની નબળાઈઓનો ફાયદો ઉઠાવવામાં માહેર છે. તે વિશ્વ ક્રિકેટનો 'ટર્મિનેટર' છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમાશે. રોહિત શર્મા હવે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે.


ટ્રેવિસ હેડે બુમરાહને શાનદાર બોલર ગણાવ્યો હતો

ટ્રેવિસ હેડે બુમરાહને શાનદાર બોલર ગણાવ્યો હતો

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને લાગે છે કે, જસપ્રીત બુમરાહ આ રમતના સૌથી મહાન ફાસ્ટ બોલરોમાંથી એક બની જશે. તેણે કહ્યું કે તે ગર્વથી તેના પૌત્રોને ભારતીય ફાસ્ટ બોલરનો સામનો કરવાના મુશ્કેલ પડકાર વિશે જણાવશે. પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારત આ મેચ 295 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. હેડે સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, જસપ્રીત કદાચ આ રમત રમવા માટે સૌથી મહાન ફાસ્ટ બોલરોમાંથી એક તરીકે ઓળખાશે.

તેણે કહ્યું, અમે અત્યારે જાણકારી મેળવી રહ્યા છીએ કે તે અમારા માટે કેટલું પડકારજનક હોઈ શકે છે. તેની સામે રમવું સારું છે. જ્યારે હું ભવિષ્યમાં મારી કારકિર્દી પર નજર નાખીશ, ત્યારે હું ગર્વથી મારા પૌત્રોને કહીશ કે મેં તેનો સામનો કર્યો. તેથી તેની સામે રમવું ખરાબ નથી. આશા છે કે, મને ભવિષ્યમાં પણ તેની સામે રમવાની તક મળશે, પરંતુ તેનો સામનો કરવો પડકારજનક છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top