Surat: પોલીસે 14.700 કિલો સોનું કર્યું જપ્ત, 2 લોકોની ધરપકડ
Gold: સુરતમાં પોલીસે વાહનોની તપાસ કરતા એક વાહનમાંથી 14.700 કિલો સોના સાથે કાર અને મોબાઇલ ફોન મળીને કુલ 8.60 કરોજનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળેથી 2 લોકોની ધરપકડ પણ કરી છે. તેમની ઓળખ હિરેન ભરતભાઇ ભઠ્ઠી (ઉંમર 31 વર્ષ) અને મગન ધનજીભાઇ ધામેલિયા (ઉંમર 65 વર્ષ)ના રૂપમાં થઇ છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સોનાનો આ મોટો જથ્થો કપડામાં છુપાવી રાખ્યો હતો. જ્યારે પોલીસે ચેકપોસ્ટ પર વાહનને રોકીને તેની તપાસ કરી ત્યારે તેમને વાહનની અંદર રાખેલ સોનાનો આ માલ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલ વ્યક્તિએ જણાવ્યું છે કે તે આ સોનું મહિધરપુરાથી ઉંભેલની એક ફેક્ટરીમાં લઇ રહ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સોનું કોનું છે અને તેને આ ફેક્ટરીમાં શા માટે લઇ જવામાં આવી રહ્યું હતું.
આ કેસની તપાસ કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સાસોરી પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે કેટલાક લોકો સેલેરિયા કારમાં મોટી માત્રામાં સોનું લઇ જઇ રહ્યા છે. મળેલી બાતમીના આધારે સિમાડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસ ટીમને આ સોનું મળી આવ્યું હતું. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે આ સોનું કોનું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp