ભાજપની સીટો 240 કેવી રીતે રહી ગઇ? નીતિન ગડકરીએ જણાવ્યું મહત્ત્વનું કારણ

ભાજપની સીટો 240 કેવી રીતે રહી ગઇ? નીતિન ગડકરીએ જણાવ્યું મહત્ત્વનું કારણ

09/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપની સીટો 240 કેવી રીતે રહી ગઇ? નીતિન ગડકરીએ જણાવ્યું મહત્ત્વનું કારણ

લોકસભા ચૂંટણીમાં ભાજપે 400ને પાર કરવાનો નારો આપ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ પાર્ટીની બેઠકો માત્ર 240 રહી ગઈ હતી. આખરે, પાર્ટી 303 સીટો પરથી 240 સીટો પર કેવી રીતે આવી ગઇ, તેનો જવાબ પોતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જ આપ્યો છે. ગડકરીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભાજપની સીટો ઘટવા પાછળનું સૌથી મોટું કારણ વિપક્ષ દ્વારા મતદારોને ગેરમાર્ગે દોરવાનું બતાવ્યું હતું. એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું હતું કે વિપક્ષે જે ભ્રામક અભિયાન ચલાવ્યા હતા, તેમાં લોકો ફસાઈ ગયા.


ખેડૂત અને પછાત વર્ગનો ઉલ્લેખ

ખેડૂત અને પછાત વર્ગનો ઉલ્લેખ

નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે વિપક્ષે પોતાના કાનાફૂસી અભિયાનથી લોકોને ભ્રમિત કર્યા. વિપક્ષે ભાજપ પર બંધારણ બદલવાનો પણ આરોપ લગાવ્યો, જેનાથી પછાત વર્ગ પર અસર પડી. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતો માટે જે સારું કામ કરવા જઈ રહી હતી, તેને પણ તેમની વિરુદ્ધ હોવાનું કહેવાયું હતું. ગડકરીએ કહ્યું કે, ચૂંટણીમાં ભારતની જીત થઇ કારણ કે વિપક્ષે ભ્રમ ફેલાવ્યો હોવા છતા ભાજપ સત્તામાં છે. તેની સાથે તેમણે એમ પણ કહ્યું કે હવે 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં 100 ટકા ભાજપ જ જીતવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top