દયા કુછ તો ગરબડ હૈ! નોકરી છોડ્યા બાદ પ્રમોશન મળ્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો

દયા કુછ તો ગરબડ હૈ! નોકરી છોડ્યા બાદ પ્રમોશન મળ્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો

09/03/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

દયા કુછ તો ગરબડ હૈ! નોકરી છોડ્યા બાદ પ્રમોશન મળ્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચા લઈને આવ્યા છે. ગુજરાત પોલીસમાંથી 9 વર્ષ અગાઉ રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે. તેની સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વીટ કરી છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કટાક્ષ કરતા કહ્યું કે આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ. વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.


ગોપાલ ઈટાલિયાએ 2015 પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું

ગોપાલ ઈટાલિયાએ 2015 પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું

ઉલલેખનીય છે કે, ગોપાલ ઈટાલિયા એક સમયે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમણે 2015 ના વર્ષમાં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાની ટ્વીટ બાદ હવે સવાલ ઉઠે છે કે શું આ મામલો કોઇ ગંભીર છબર઼ડા તરફ ઇશારો કરે છે? ગોપાલ ઈટાલિયાની એક ટ્વીટથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. ગોપાલ ઈટાલિયા ભૂતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી પર ચંપલ મારીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે AAPમાં જોડાઈને સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ગોપાલ ઈટાલિયા AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. સુરતમાંથી આપની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતું તેમની હાર થઈ હતી.


અમદાવાદ પોલીસની સ્પષ્ટતા

અમદાવાદ પોલીસની સ્પષ્ટતા

હવે અમદાવાદ પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરતાં કહ્યું કે, અમુક સોશયલ મીડિયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હેડ કોન્સટેબલ તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે. 

અમદાવાદ પોલીસે જણાવ્યું કે, તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવેલ અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યા ભરવા સૂચના આપેલ. જેથી બઢતી આપવા માટે કુલ 887 નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટિન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટે પ્રક્રિયાનો એક ભાગ હતો.

બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ/ફોજદારી/ACB કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તા. 2/8/2024ના રોજની યાદીથી જણાવવામાં આવેલ. આ નામોમાં તા 11/01.2012 સુધીમાં અમદવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલોના નામોનો સમાવેશ થતો હોય અને શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય, આ યાદીમાં તેમનું નામ છે, પરંતુ તેમના નામની કોઈ પોલી સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી, જેથી સ્પષ્ટ થાય છે કે, શ્રી ગોપાલ ઇટાલિયાને બઢતી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. શ્રી ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત વાંચ્યો નથી, તેવું જણાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top