25 લાખ સુધીની મફત સારવાર, 500 રૂપિયામાં સિલિન્ડર, મહિલાઓને.., હરિયાણામાં કોંગ્રેસનો ઘોષણાપત્ર

25 લાખ સુધીની મફત સારવાર, 500 રૂપિયામાં સિલિન્ડર, મહિલાઓને.., હરિયાણામાં કોંગ્રેસનો ઘોષણાપત્ર

09/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

25 લાખ સુધીની મફત સારવાર, 500 રૂપિયામાં સિલિન્ડર, મહિલાઓને.., હરિયાણામાં કોંગ્રેસનો ઘોષણાપત્ર

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોના ભાગરૂપે 7 ગેરંટીઓ જાહેર કરી છે. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા સહિતના ઘણા મોટા વચનો આપ્યા છે.


હરિયાણાને નંબર વન બનાવીશું- ભૂપેન્દ્ર હુડ્ડા

કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, ઈન્દિરા ગાંધીએ 1966માં હરિયાણા બનાવ્યું ત્યારથી લઈને 2014 સુધી હરિયાણા આગળ વધ્યું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં હરિયાણા ખૂબ પાછળ રહી ગયું છે. અમે હરિયાણાને ફરી નંબર વન બનાવીશું. જ્યારે કોંગ્રેસે નારો આપ્યો હતો કે, "થઇ ચૂકી પરિવર્તનની શરૂઆત. હાથ બદલશે હાલાત. આખું હરિયાણા કોંગ્રેસની સાથે."


કોંગ્રેસના ઘોષણાપત્રની મોટી વાતો

કોંગ્રેસના ઘોષણાપત્રની મોટી વાતો

જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે

2 લાખ સરકારી જગ્યાઓ ભરવામાં આવશે

કોંગ્રેસ હરિયાણાને નશામુક્ત બનાવશે

સરકાર બન્યા બાદ કોંગ્રેસ ચિરજીવી યોજનાની જેમ 25 લાખ રૂપિયાની મફત સારવાર આપશે.

દરેક મહિલાને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર 

વિકલાંગ, વૃદ્ધો અને વિધવાઓને 6000 રૂપિયા

જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરીશું.


અમે જે વચન આપ્યું હતું તે પાળીશું- ખડગે

અમે જે વચન આપ્યું હતું તે પાળીશું- ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમે આજે જે 7 ગેરંટી આપી રહ્યા છીએ તે સરકાર બનશે ત્યારે લાગૂ કરવામાં આવશે. 53 પાનાંનું એક દસ્તાવેજ છે જે હરિયાણામાં જાહેર કરીશું. અમે મહિલાઓને 2000 હજાર રૂપિયા આપીશું, યુવાનોને 2 લાખ કાયમી નોકરી આપીશું. ખડગેએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર 30-35 લાખ નોકરીઓ રોકીને બેઠી છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકાર એવી છે કે એક એન્જિન તેને આગળ લઈ જાય છે અને બીજું તેને પાછળ લઈ જાય છે, પરંતુ અમે જે 7 વાયદા કરી રહ્યા છીએ તેમને પૂરા કરીશું. અમે પોતાની સરકારમાં એક્સપ્રેસ એન્જિન લગાવીશું કારણ કે ભાજપે 10 વર્ષમાં (સાડા નવ વર્ષમાં) જે નુકસાન કર્યું છે તેને રિપેર કરવું પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top