હિમેશ રેશમિયાના પિતાનું 87 વર્ષની વયે નિધન

હિમેશ રેશમિયાના પિતાનું 87 વર્ષની વયે નિધન

09/19/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

હિમેશ રેશમિયાના પિતાનું 87 વર્ષની વયે નિધન

મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. ગાયક અને મ્યૂઝિક કંપોઝર હિમેશ રેશમિયાના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા અને બોલિવુડમાં ઘણા લોકોની કારકિર્દીને વેગ આપનાર જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર વિપિન રેશમિયાનું ગઈકાલે રાત્રે નિધન થઇ ગયું હતું. અહેવાલો અનુસાર, ગાયકના પિતાનું બુધવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે નિધન થયું હતું. તેમની ઉંમર 87 વર્ષની હતી. હિમેશ રેશમિયા તેના પિતાની ખૂબ નજીક હતો, તે ઘણીવાર તેની સાથે સોશિયલ મીડિયા તસવીરો પર શેર કરતો હતો.


શ્વાસ લેવામાં પરેશાની બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

શ્વાસ લેવામાં પરેશાની બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

સમાચાર એજન્સી ANIના અહેવાલો અનુસાર, હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે અને સાથે ઉંમર સંબંધિત બીમારીઓ બાદ મુંબઈના અંધેરી વેસ્ટમાં સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મ્યૂઝિક ડિરેક્ટરે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો અનુસાર, હિમેશ રેશમિયાના પિતાના પાર્થિવ દેહને પહેલા તેમના ઘરે લાવવામાં આવશે, જ્યાં મ્યૂઝિક જગતના લોકો અને તેમના નજીકના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચશે. ત્યારબાદ, ગાયકના મુંબઈના જુહુ સ્મશાનગૃહમાં પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


વિપિન રેશમિયાએ હિન્દી ફિલ્મોમાં વિશેષ યોગદાન આપ્યું

વિપિન રેશમિયાએ હિન્દી ફિલ્મોમાં વિશેષ યોગદાન આપ્યું

ગુજરાતના રાજુલામાં 5 મે 1940ના રોજ જન્મેલા વિપિન રેશમિયાએ સંગીત ઉદ્યોગમાં વિશેષ યોગદાન આપ્યું છે. સંગીતકાર હોવા ઉપરાંત, તેઓ એક નિર્માતા પણ હતા, જેમને ખાસ કરીને 1988માં રીલિઝ થયેલી ફિલ્મ 'ઇન્સાફ કી જંગ', 2014માં રીલિઝ થયેલી 'ધ એક્સપોઝ' અને 2016માં રીલિઝ થયેલી ફિલ્મ 'તેરા સુરૂર' માટે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બોલિવુડ ગીતો કંપોઝ કરવા સિવાય વિપિન રેશમિયાએ ઘણા ભક્તિ ગીતોમાં પણ યોગદાન આપ્યું છે. તેમના કામની સાથે, તેઓ ઘણા ગાયકોની કારકિર્દીને એક મુકામ આપવા માટે પણ પ્રખ્યાત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top