પંજાબ કિંગ્સના નવા મુખ્ય કોચ બન્યા આ દિગ્ગજ, 17 વર્ષના ટ્રોફીના સુકાને ખતમ કરશે?

પંજાબ કિંગ્સના નવા મુખ્ય કોચ બન્યા આ દિગ્ગજ, 17 વર્ષના ટ્રોફીના સુકાને ખતમ કરશે?

09/19/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

પંજાબ કિંગ્સના નવા મુખ્ય કોચ બન્યા આ દિગ્ગજ, 17 વર્ષના ટ્રોફીના સુકાને ખતમ કરશે?

પંજાબ કિંગ્સે IPL 2025 માટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પોન્ટિંગ હવે ટ્રેવર બેલિસનું સ્થાન લેશે, જે છેલ્લા ઘણા સમયથી પંજાબના કોચ હતા. પોન્ટિંગની વાત કરીએ તો તેમણે લગભગ 2 મહિના અગાઉ દિલ્હી કેપિટલ્સના હેડ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમણે પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝી સાથે 4 વર્ષનો કરાર કર્યો છે, જે 2028માં સમાપ્ત થશે.

એવી અટકળો છે કે પંજાબ કિંગ્સના કોચિંગ અને સપોર્ટ સ્ટાફનું સંપૂર્ણ નિયંત્રણ રિકી પોન્ટિંગના હાથમાં આપી શકાય છે. પરંતુ જૂના કોચિંગ સ્ટાફ પર શું નિર્ણય લેવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. પંજાબના જૂના કોચિંગ સ્ટાફમાં ટ્રેવર બેલિસ (હેડ કોચ), સંજય બાંગર (ક્રિકેટ ડેવલપમેન્ટના વડા), ચાર્લ લેંગવેલ્ડટ (ફાસ્ટ બોલિંગ કોચ) અને સુનીલ જોશી (સ્પિન બોલિંગ કોચ)નો સમાવેશ થાય છે. એ પણ નોંધનીય વિષય છે કે પંજાબે છેલ્લી 7 સીઝનમાં 6 કોચ બદલ્યા છે.


17 વર્ષથી ટ્રફોનું સૂકું

17 વર્ષથી ટ્રફોનું સૂકું

પંજાબ કિંગ્સની છેલ્લી સીઝનની વાત કરીએ તો, આ ટીમ લીગ સ્ટેજમાં 14 મેચ રમ્યા બાદ માત્ર પાંચ મેચ જીતવામાં સફળ રહી હતી. પંજાબ પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા સ્થાને રહી. પ્લેઓફની નજીક આવ્યા બાદ ટાઇટલની રેસમાંથી બહાર થવાનો પંજાબનો લાંબો ઇતિહાસ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 સીઝન વીતી ગઈ છે, પરંતુ આ ટીમનો ટ્રોફી નસીબ થઇ નથી. હવે પંજાબને પ્રથમ વખત IPL ચેમ્પિયન બનાવવાની જવાબદારી રિકી પોન્ટિંગ પર રહેશે.

પોન્ટિંગે 2014માં પ્રથમ વખત કોચિંગની ભૂમિકા ભજવી હતી, જ્યારે તેઓ મુંબઈ ઈન્ડિયન્સનો કોચ બન્યા હતા. ત્યારબાદ તેમણે 7 વર્ષ સુધી દિલ્હી ડેરડેવિલ્સ/દિલ્હી કેપિટલ્સમાં કામ કર્યું અને હવે તેઓ પંજાબ કિંગ્સના રૂપમાં નવી ટીમમાં જોડાયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top