25 લાખ લો અને બંગાળમાંથી નીકળી જાવ, ભાજપના ધારાસભ્ય કેમ ગુસ્સે થયા, રાજકારણ ગરમાયું

25 લાખ લો અને બંગાળમાંથી નીકળી જાવ, ભાજપના ધારાસભ્ય કેમ ગુસ્સે થયા, રાજકારણ ગરમાયું

08/22/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

25 લાખ લો અને બંગાળમાંથી નીકળી જાવ, ભાજપના ધારાસભ્ય કેમ ગુસ્સે થયા, રાજકારણ ગરમાયું

West Bengal, BJP vs Mamta: કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં રેસિડેન્શીયલ તબીબ સાથે થયેલ રેપ-મર્ડરની જઘન્ય ઘટના બાદ મમતા સરકાર બરાબર ફસાઈ છે. એક તરફ વિદ્યાર્થીઓ સહીત હજારો લોકો સડકો પર પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ કોર્ટ પણ આ મામ્મ્લે સરકારની ઢીલી-પોચી નીતિઓનો ઉધડો લઇ રહી છે. એ સાથે જ બીજેપી પણ પ.બંગાળમાં રોજેરોજ વિરોધ પ્રદર્શનો કરીને મમતા સરકારને ઘેરી રહી છે. આ બધા ધમાસાણ વચ્ચે ભાજપના એક ધારાસભ્યે મમતા બેનર્જીને એક ચોક્કસ કિંમત લઈને બંગાળમાંથી નીકળી જવાની સલાહ આપતા પ્રદેશના રાજકારણમાં ભયંકર ગરમાવો આવી ગયો છે!


BJP ધારાસભ્યે મમતાને કહ્યું કે 25 લાખ લો, અને...

BJP ધારાસભ્યે મમતાને કહ્યું કે 25 લાખ લો, અને...

બુધવારે બાંકુરાના ઓંડા ખાતે બીજેપી ધારાસભ્ય અમરનાથ શાખાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટનાએ બંગાળના વહીવટીતંત્રની ભૂલો છતી કરી છે. આ વિશે વાત કરતાં તેમણે જાહેર સભામાં મમતાને ઉદ્દેશીને કહ્યું, “તમે એક નિયત કરેલી રકમ લો અને પ.બંગાળ છોડી જાવ. તમારો દર 25 લાખ રૂપિયા છે. અમે તમને 25 લાખ રૂપિયા આપીશું.”

જો કે ભારતીય જનતા પક્ષે ધારાસભ્ય અમરનાથ શાખાના નિવેદન સાથે સહમતી દર્શાવી નથી. ભાજપના રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ મીડિયાને સ્પષ્ટતા કરી કે, 'ભાજપે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહી રહ્યું છે, અમે આવા નિવેદનોનું સમર્થન કરતા નથી. આ તેમનું (અમરનાથ શાખાનું) અંગત નિવેદન છે.”


અમરનાથે શા માટે આ રીતે ‘રેટ’ નક્કી કર્યો?

અમરનાથે શા માટે આ રીતે ‘રેટ’ નક્કી કર્યો?

બુધવારે અમરનાથ શાખાએ પોતાના આવા નિવેદન પાછળનો તર્ક મીડિયા સમક્ષ રજુ કરતા કહ્યું કહ્યું કે, “મમતા બેનરજી પણ અલગ અલગ લોકો માટે વળતરની અલગ અલગ રકમ નક્કી કરતા હોય છે. અમુક પીડિતોને તેઓ 50,000 રૂપિયા આપે છે, તો અન્ય કેટલાકને 1 લાખ રૂપિયા આપે છે. આરજી કર હોસ્પિટલ ખાતે બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી ડોક્ટરના પરિવારને મમતાએ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આથી અમે પણ મમતા બેનરજી માટે એક કિંમત નક્કી કરી, અને બદલામાં બંગાળ છોડવા કહ્યું!”

પીડિતોને રૂપિયા આપીને શાંત કરવાની મમતા બેનર્જીની તરકીબ ઉપર અગાઉ પણ પ્રહારો થયા છે. ભાજપના તામલુક ખાતેના સાંસદ અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રહી ચૂકેલા અજીત ગંગોપાધ્યાયે પણ મમત બેનરજી ઉપર આવો જ પ્રહાર કર્યો હતો. ત્રણેક મહિના પહેલા ચૂંટણી માટેની પ્રચાર રેલી દરમિયાન, પીડિતોને નિયત રકમ આપીને શાંત કરી દેવાની પ.બંગાળ સરકારની કાર્યશૈલી પર પ્રહાર કરતા ગંગોપાધ્યાયે જાહેરમાં મમતાને ઉદ્દેશીને પૂછ્યું હતું કે, “શું તેમની કિંમત દસ લાખ રૂપિયા છે?” એ પછી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરતા ગંગોપાધ્યાયને 24 કલાક માટે પ્રચાર કરતા અટકાવવામાં આવ્યા હતા.

હાલમાં તૃણમૂલ કોંગ્રેસ અમરનાથ શાખા વિરુદ્ધ પણ લડી લેવાના મૂડમાં છે. લેડી ડોક્ટર પ્ર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ બેકફૂટ પર આવી ગયેલી તૃણમૂલ કોંગ્રેસ હવે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકીને કહી રહી છે કે, “ આ જ ભાજપનો અસલી ચહેરો છે. ક્યારેક એના સાંસદ (ગંગોપાધ્યાય) તો ક્યારેક એના ધારાસભ્ય (અમરનાથ શાખા) દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રીનો ‘રેટ’ નક્કી કરી રહ્યા છે!”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top