Ravichandran Ashwin Pension: અશ્વિનને BCCI પાસેથી કેટલું પેન્શન મળશે? જાણો સંપૂર્ણ વિગતો

Ravichandran Ashwin Pension: અશ્વિનને BCCI પાસેથી કેટલું પેન્શન મળશે? જાણો સંપૂર્ણ વિગતો

12/23/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Ravichandran Ashwin Pension: અશ્વિનને BCCI પાસેથી કેટલું પેન્શન મળશે? જાણો સંપૂર્ણ વિગતો

Ravichandran Ashwin BCCI Pension: ભારતીય ટીમના દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. બોર્ડર ગાવસ્કર ટ્રૉફીની ગાબા ટેસ્ટ બાદ અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇને સૌને ચોંકાવી દીધા હતા. અશ્વિને ઑસ્ટ્રેલિયા સાથે રમાઇ રહેલી શ્રેણી પણ પૂરી કરી નહોતી. અશ્વિન પણ નિવૃત્તિ બાદ બીજા દિવસે ભારત પરત ફર્યો હતો. હવે અશ્વિનને પણ BCCI તરફથી દર મહિને પેન્શન મળી શકે છે. હવે ચાહકો એ જાણવા ઉત્સુક છે કે અશ્વિનને BCCI તરફથી દર મહિને પેન્શન તરીકે કેટલા પૈસા મળશે?


અશ્વિનનું પેન્શન આટલું હોઇ શકે છે

અશ્વિનનું પેન્શન આટલું હોઇ શકે છે

આર. અશ્વિન ભારતીય ટીમ માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. જોકે હવે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી છે. અશ્વિનને હવે BCCI તરફથી પેન્શન મળશે. BCCIના નિયમો અનુસાર, 75 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પેન્શન તરીકે 52,500 રૂપિયા મળે છે. એટલે કે હવે અશ્વિનને BCCI તરફથી દર મહિને 52,500 રૂપિયા પેન્શન તરીકે પણ મળી શકે છે.


અશ્વિનની કારકિર્દી શાનદાર રહી

અશ્વિનની કારકિર્દી શાનદાર રહી

આર. અશ્વિને વર્ષ 2011માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. અશ્વિને તેની પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી. અશ્વિને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઑસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમી હતી. પોતાની 13 વર્ષની કારકિર્દીમાં અશ્વિને ભારતીય ટીમ માટે 106 ટેસ્ટ, 116 વન-ડે અને 65 T20 મેચ રમી છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ દરમિયાન 537 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે બેટિંગ કરતા 3503 રન પણ બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 14 અડધી સદી સામેલ છે.

116 વન-ડે મેચોમાં બોલિંગ કરતા અશ્વિને 156 વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન 707 રન બનાવ્યા હતા. જેમાં એક અડધી સદી સામેલ હતી. આ સિવાય અશ્વિને 65 T20 મેચમાં 72 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બીજો સ્પિન બોલર પણ હતો. આ સિવાય અશ્વિને ઑસ્ટ્રેલિયાની ધરતી પર 40 વિકેટ લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top