વધી રહેલા માર્ગ અકસ્માતને જોતા સરકાર કરી આ સહાયતાની જાહેરાત, અકસ્માતની ખબર આપનારને પણ મળશે ઇનામ! જાણો
ભારતમાં ભયંકર જાનલેવા અકસ્માતો રોજ સામે આવતાં રહે છે. ખાસ કરીને હાઈ-વે પર વાહનોની ઝડપનો ભોગ વર્ષે લાખો લોકો બને છે. ત્યારે હવે આ ગંભીર સ્થિતિને હલાવી કરવા અમુક જોગવાઈઓ જરૂરી બને છે. તે જોતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, હવે હાઈવે પર અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરનારા 'રાહવીર' તરીકે ઓળખાશે. અને સરકાર તરફથી તેમને રૂ. 25,000નું રોકડ ઇનામ પણ અપાશે.
સામાન્ય રીતે માર્ગ અકસ્માત સમયે લોકો પોલીસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાના ડરથી ઈજાગ્રસ્તોને મદદ કરવાનું ટાળતા હોય છે. ત્યારે આ મામલે ગડકરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ‘હવે મદદ કરનારી વ્યક્તિએ પોલીસ સ્ટેશનોના ધક્કા ખાવા નહીં પડે. પરંતુ, માનવતા બતાવીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને સરકાર 'રાહવીર' તરીકે ઓળખ આપશે. અને પ્રોત્સાહનના ભાગરૂપે ₹25,000નું ઇનામ પણ અપાશે. આ પાછળ સરકારનો હેતુ લોકોમાં રહેલા ડરને દૂર કરી એક સુરક્ષિત અને મદદરૂપ સામાજિક વાતાવરણ ઊભું કરવાનો છે.
લોકસભાની બેઠક દરમિયાન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે અંદાજે 5 લાખ અકસ્માત થાય છે, જેમાં 1.80 લાખ લોકોના મોત થાય છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે, મૃતકોમાં 67% લોકો 18થી 34 વર્ષની વયના હોય છે. માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો દર વર્ષે લગભગ 50,000 લોકોના જીવ બચાવી શકાય તેમ છે.
ઉપરાંત, અકસ્માતના પહેલા 7 દિવસની સારવાર ખૂબ મહત્ત્વની હોય છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે, ઈજાગ્રસ્ત વ્યક્તિની 7 દિવસ સુધીની સારવાર અને રૂ. દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ રકમ સીધી હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરાશે, જેથી ખાનગી હોસ્પિટલો પૈસાના અભાવે સારવાર રોકી ન શકે.
#WinterSession2025 Union Minister @nitin_gadkari replies to the questions asked by member during #QuestionHour in #LokSabha regarding Systematic Maintenance and Repair of NHs.@LokSabhaSectt @MORTHIndia pic.twitter.com/XQJ4EnolN9 — SansadTV (@sansad_tv) December 18, 2025
#WinterSession2025 Union Minister @nitin_gadkari replies to the questions asked by member during #QuestionHour in #LokSabha regarding Systematic Maintenance and Repair of NHs.@LokSabhaSectt @MORTHIndia pic.twitter.com/XQJ4EnolN9
અહીં નીતિન ગડકરીએ અફસોસ વ્યક્ત કરતા એ પણ કહ્યું કે, 'લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે આદર કે ડર ઓછો છે. સરકારે સુરક્ષા માટે કારમાં 6 એરબેગ અને નવા ટુ-વ્હીલર સાથે 2 હેલ્મેટ આપવાના નિયમો પણ બનાવ્યા છે. ઉપરાંત અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ દ્વારા પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે આ અકસ્માતોને ટાળવા માટે લોકોએ પોતાની વર્તણૂક બદલવી પડશે અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp