શું તમે પણ ખાલી પેટ ફળો ખાવા ટેવાયેલા છો? તો આ વાત સમજી લો નહિ તો થઈ શકે છે મોટું નુકસાન! જાણો

શું તમે પણ ખાલી પેટ ફળો ખાવા ટેવાયેલા છો? તો આ વાત સમજી લો નહિ તો થઈ શકે છે મોટું નુકસાન! જાણો

12/18/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ ખાલી પેટ ફળો ખાવા ટેવાયેલા છો? તો આ વાત સમજી લો નહિ તો થઈ શકે છે મોટું નુકસાન! જાણો

આમ તો ફળો પોષક તત્વોનું પાવરહાઉસ મનાય છે. વિટામીન, મિનરલ, ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ જેવા મહત્વના તત્વો શરીરને ફળમાંથી મળે છે. નાના મોટા સૌ કોઈએ સીઝનલ ફ્રુટ ચોક્કસ ખાવા જોઈએ. પરંતુ સવારે ખાલી પેટ ફળ ખાવાની વાત હોય તો કેટલાક ફળ ખાવાનું ટાળવું જોઈએ. કેટલાક ફળ એવા હોય છે જેનો સવારે ખાલી પેટ ખાવાથી નુકસાન થઈ શકે છે. સવારે ખાલી પેટ હોય ત્યારે પેટની સેન્સેટિવિટી ફળની નેચરલ પ્રોપર્ટી સાથે મળીને પાચન સંબંધિત સમસ્યા, બેચેની, અપચો જેવી તકલીફ કરાવી શકે છે. તેથી જ સવારે ખાસ પ્રકારના ફળ ખાવાનું ટાળવું જોઈએ.

સવારે ખાલી પેટ ક્યારેય ખાટા ફળનું સેવન કરવું નહીં. તેનાથી ગેસ્ટ્રીક એસિડ, અલ્સર અને પેટમાં બળતરા ની ફરિયાદ થઈ શકે છે. ખાલી પેટ સંતરા, મોસંબી પણ ખાવા નહીં. અને તેનું જ્યુસ પણ પીવું નહીં. વિટામીન સીથી ભરપૂર આ ફળ પેટમાં બળતરા કરાવી શકે છે કારણ કે તેમાં સાઈટ્રિક એસિડ હોય છે.


કેળા

આમ તો કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને નેચરલ સુગર હોય છે. ખાલી પેટ કેળું ખાવાથી બ્લડમાં મેગ્નેશિયમનું લેવલ અચાનક વધી શકે છે. સવારે ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ અસંતુલિત થઈ શકે છે. અને આ અસંતુલન હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

સફરજન

કહેવત મુજબ રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી. પરંતુ અહીં જો સવારે ખાલી પેટ સફરજન ખાશો તો ડોક્ટર પાસે જવું પડશે. કેમ કે સફરજનમાં ફાઇબર અને ફ્રુકટોઝ જેવી નેચરલ સુગર ભરપૂર પ્રમાણમાં રહેલી છે. જે પાચન અને હાર્ટ હેલ્થ માટે સારું હોય છે. પરંતુ ખાલી પેટ સફરજન ખાવામાં આવે તો સફરજનમાં રહેલું ફાઇબર પેટની અંદરની લેયરને ઉત્તેજિત કરે છે. જેના કારણે બેચેની, પેટ ફૂલી જવું અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. વળી સફરજનમાં રહેલી નેચરલ સુગર સવારે ખાલી પેટ બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે.


કાચી કેરી

કાચી કેરી ખાટી અને એસિડિક હોય છે. અને તેથી સવારે ખાલી પેટ કાચી કેરી ખાવાથી પેટમાં વધારે પ્રમાણમાં એસિડ બનવા લાગે છે. તેના કારણે પેટમાં બળતરા અપચો અને છાતીમાં બળતરાની તકલીફ થઈ શકે છે. કાચી કેરીમાં રહેલું વિટામિન સી પાચન સિસ્ટમને નુકસાન કરી શકે છે તેથી સવારે ખાલી પેટ કાચી કેરી પણ ન ખાવી.

અનાનસ

અનાનસ પણ ખાલી પેટ ક્યારે ખાવું જોઈએ નહીં. આ ફળ વિટામિન સીથી ભરપૂર હોય છે અને પાચન માટે સૌથી બેસ્ટ ગણાય છે. પરંતુ જો સવારે ખાલી પેટ અનાનસ ખાવામાં આવે તો તેનાથી પાચન બગડી પણ શકે છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top