Rajasthan: હવે રાજસ્થાનમાં ટ્યૂબવેલમાંથી નીકળી રહી છે આગ, સ્થાનિક લોકો આશ્ચર્યચકિત, જુઓ વીડિયો
Fire coming out of tubewells in Rajasthan: રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના બાવડી વિસ્તારના તાલોં કા બેરા વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા ટ્યૂબવેલને ફરી ચાલુ કરવામાં આવતા જ્વલનશીલ પદાર્થ બહાર આવતા, કુતૂહલનો વિષય બન્યો છે. વર્ષોથી બંધ પડેલા આ ટ્યૂબવેલમાંથી હવે આગ નીકળી રહી છે.
મળતી માહિતી મુજબ, બાવડી વિસ્તારના તાલોં કા બેરાના રહેવાસી અન્નારામ દેવરાએ લગભગ 25 વર્ષ અગાઉ પોતાના ખેતરમાં ટ્યૂબવેલ કરાવડાવ્યો હતો. જેમાં 5 વર્ષ બાદ જ અંદાજે 20 વર્ષ અગાઉ ટ્યૂબવેલમાં પાણી ઓછું હોવાથી બંધ કરવામાં આવ્યો હતો.
હવે આ વખતે ભારે વરસાદ થવાના કારણે રવિવારે ટ્યૂબવેલને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો. સોમવારે જ્યારે ટ્યૂબવેલમાં પંપ નાખવામાં આવી રહ્યો હતો ત્યારે ગેસની દુર્ગંધ આવતા તેમને શંકા ગઈ અને તેમણે માચીસની સડીઓ સળગાવી તો ટ્યૂબવેલમાં આગ લાગવાની ચાલુ થઇ ગઇ હતી.
પાણી નાખીને આગને કોઈ રીતે કાબૂમાં લેવામાં આવી હતી અને પંપને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. ટ્યુબવેલ માલિકે બાવડી પેટાવિભાગના સબડિવિઝન ઓફિસર જવાહર રામ ચૌધરીને તેની જાણ કરી હતી. ત્યારબાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.
#बावड़ी #जोधपुर 15 वर्षो से बंद ट्यूबवैल से ज्वलनशील गैस निकल रही हैइस रहस्य को जानने को हर कोई उत्सुक है क्या यहां मिलेंगे गैस के भंडार या फिर है कोई भूगोलीय क्रिया प्रसाशन ने सावधानी बरतने के दिये निर्देश ।@8PMnoCM @dineshdangi84 @dixitparihar @gauravkrdwivedi @zeerajasthan_ pic.twitter.com/hYS4SzLaRZ — Ramesh Sankhla Saini (@SankhlaINC) December 30, 2024
#बावड़ी #जोधपुर 15 वर्षो से बंद ट्यूबवैल से ज्वलनशील गैस निकल रही हैइस रहस्य को जानने को हर कोई उत्सुक है क्या यहां मिलेंगे गैस के भंडार या फिर है कोई भूगोलीय क्रिया प्रसाशन ने सावधानी बरतने के दिये निर्देश ।@8PMnoCM @dineshdangi84 @dixitparihar @gauravkrdwivedi @zeerajasthan_ pic.twitter.com/hYS4SzLaRZ
નિરીક્ષણ બાદ ટ્યૂબવેલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. મંગળવારે સવારે જોધપુરથી ટીમ આવીને તપાસ કરી શકે છે. ત્યારે હવે ટ્યૂબવેલમાંથી આગ લાગી હોવાની વાત સ્થાનિક લોકો કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp