India Vs Australia 4th Test: મેલબોર્ન ટેસ્ટ બાદ આ દિગ્ગજ ભારતીય ખેલાડી કરી શકે છે સંન્યાસની જાહેરાત, છેલ્લી વખત પહેરશે ટીમ ઈન્ડિયાની જર્સી!
Rohit Sharma: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબોર્નના મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાએ 474 રન બનાવ્યા હતા, તો ભારતીય ટીમે બીજા દિવસની રમત સમાપ્ત થવા સુધી 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. મેલબોર્ન ટેસ્ટ મેચના પહેલા બે દિવસ ટીમ માટે કંઈ ખાસ રહ્યા નહોતા. આવી સ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટ તરફથી એવા અહેવાલો આવી રહ્યા છે કે મેલબોર્ન મેદાન પર રમાનારી ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમનો આ અનુભવી ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માનું ટેસ્ટ ફોર્મેટમાં તાજેતરનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું છે. એવામાં, મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે કે જો કેપ્ટન રોહિત શર્મા મેલબોર્નના મેદાન પર રમાનારી ટેસ્ટ મેચમાં ઓપનિંગ દરમિયાન નિષ્ફળ જશે, તો કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ પછી જ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લી 10 ઇનિંગ્સમાંથી 6 ઇનિંગ્સમાં ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. આ ઇનિંગ્સમાં તેણે 11.3ની શરમજનક એવરેજથી માત્ર 113 રન જ બનાવ્યા છે. એ સિવાય રોહિત શર્મા દરેક ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટના પહેલા દાવમાં પણ રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માના આંકડા આ પ્રમાણે છે
રોહિત શર્માની વાત કરીએ તો તેણે વર્ષ 2013માં વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સીરિઝથી પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. 2013માં પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાં 66 મેચ રમી છે. આ 66 મેચોમાં રોહિત શર્માએ 41.24ની એવરેજથી બેટિંગ કરતા 4289 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાં 12 સદી અને 18 અડધી સદી ફટકારી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp