Plane Crash: અઝરબૈજાનથી રશિયા જતી ફ્લાઈટ ક્રેશ, 66 લોકોના મોત, જુઓ વીડિયો

Plane Crash: અઝરબૈજાનથી રશિયા જતી ફ્લાઈટ ક્રેશ, 66 લોકોના મોત, જુઓ વીડિયો

12/25/2024 World

SidhiKhabar

SidhiKhabar

Plane Crash: અઝરબૈજાનથી રશિયા જતી ફ્લાઈટ ક્રેશ, 66 લોકોના મોત, જુઓ વીડિયો

Azerbaijan Airlines Plane Crash: અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વિમાને બાકૂ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી, જેમાં 72થી વધુ મુસાફરો હતા. આ પ્લેન રશિયાના ચેચન્યામાં ગ્રોઝ્ની જવાનું હતું, પરંતુ ગ્રોઝ્નીમાં ધુમ્મસના કારણે તેનો રૂટ બદલી દેવામાં આવ્યો હતો. કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે બુધવારે અહેવાલ આપ્યો હતો કે 72થી વધુ લોકો સાથેનું વિમાન કઝાકિસ્તાનના અક્તૌ શહેરની નજીક ક્રેશ થયું છે, 6 મુસાફરો બચી ગયા છે, જ્યારે 10 કરતા વધુ લોકોના મોતની આશંકા છે. અક્તૌ એરપોર્ટ નજીક વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. બાદમાં સ્પષ્ટ થયું કે આ વિમાન દુર્ઘટનામાં 66 લોકોના મોત થયા છે.


ફ્લાઈટમાં 72 લોકો સવાર હતા

ફ્લાઈટમાં 72 લોકો સવાર હતા

અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર 8243 સાથે એમ્બ્રેયર 190માં  ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. જણાવવામાં આવ્યું હતું કે કઝાક શહેર અક્તૌથી લગભગ 3 કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંભવિત ટેક્નિકલ સમસ્યા સહિત ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે બાદમાં જણાવ્યું હતું કે ફાયર સર્વિસે ક્રેશ બાદ લાગેલી આગને ઓલવી દીધી હતી અને બચી ગયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.


દુર્ઘટના સમયે કેસ્પિયન સમુદ્રની ઉપર ઉડી રહ્યું હતું વિમાન

દુર્ઘટના સમયે કેસ્પિયન સમુદ્રની ઉપર ઉડી રહ્યું હતું વિમાન

ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ Flightradar24ના ડેટા દર્શાવે છે કે વિમાન ક્રેશ થયું એ અગાઉ તે કેસ્પિયન સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું. તે ચેચન્યામાં તેના મુકામ તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ વિમાનના પાઇલટ, રશિયાની પ્રાદેશિક સીમામાં પ્રવેશ્યા બાદ જોખમ અનુભવતા, ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરતા અને એરપોર્ટની નજીક ચક્કર લગાવતા જોવા મળ્યા હતા. આ ઘટના બુધવારે સવારે 6:28 વાગ્યે UTC (11:58 a.m.) પર બની હતી. વિમાન એરપોર્ટથી થોડા કિલોમીટર દૂર અને કેસ્પિયન સમુદ્રના કિનારે ક્રેશ થયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top