જાણો 'વન નેશન, વન ઇલેક્શન' બિલના તરફેણમાં કેટલા અને વિરુદ્ધમાં કેટલા મત પડ્યા!

જાણો 'વન નેશન, વન ઇલેક્શન' બિલના તરફેણમાં કેટલા અને વિરુદ્ધમાં કેટલા મત પડ્યા!

12/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

જાણો 'વન નેશન, વન ઇલેક્શન' બિલના તરફેણમાં કેટલા અને વિરુદ્ધમાં કેટલા મત પડ્યા!

One Nation One Election Bill: એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જોગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લોકસભામાં સંવિધાન (129મો સુધારો) બિલ 2024' રજૂ કર્યું. તો, રાજ્યસભામાં હજુ પણ બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેના તેના સભ્યોને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે અને તેમને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.


એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

પરચીથી મતદાન થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ પરચીથી થયેલા મતદાનના પરિણામો જાહેર કર્યા. સ્પીકરે કહ્યું કે જ્યારે પણ ઈલેક્ટ્રોનિક વૉટિંગ થાય છે. જો તેમાં કંઈ યોગ્ય થતું નથી, એટલે પરચી માગી. પ્રસ્તાવના પક્ષમાં 269 અને વિરોધમાં 198 વૉટ પડ્યા. બહુમતી પ્રસ્તાવની તરફેણમાં છે. ત્યારબાદ કાયદા પ્રધાન અર્જૂન રામ મેઘવાલે ગૃહમાં બિલ રજૂ કર્યું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.


વન નેશન, વન ઈલેક્શન બિલ માટે હવે સ્લિપ દ્વારા વોટિંગ થઈ રહ્યું છે

વન નેશન, વન ઈલેક્શન બિલ માટે હવે સ્લિપ દ્વારા વોટિંગ થઈ રહ્યું છે

કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લોકસભામાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંબંધિત બંધારણ સંશોધન બિલને JPCને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કાયદા મંત્રીએ પણ ગૃહમાં આ બિલને પ્રતિસ્થાપિત કરવાની પરવાનગી માગી હતી, જેના પર હવે ધ્વની મત બાદ હવે ડિવિઝન થઇ રહ્યું છે. ઈલેક્ટ્રોનિક વૉટિંગ દ્વારા 220 સભ્યોએ આ બિલની તરફેણમાં અને 149 સભ્યોએ તેની વિરુદ્ધમાં વૉટિંગ કર્યું હતું. ત્યારબાદ, વિપક્ષના વાંધાઓ પર, હવે સ્લિપ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top