રાહુલ ગાંધી મોટી મુશ્કેલીમાં ફસાવાના છે? ભાજપે આ ગંભીર કલમો હેઠળ નોંધાવી ફરિયાદ

રાહુલ ગાંધી મોટી મુશ્કેલીમાં ફસાવાના છે? ભાજપે આ ગંભીર કલમો હેઠળ નોંધાવી ફરિયાદ

12/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધી મોટી મુશ્કેલીમાં ફસાવાના છે? ભાજપે આ ગંભીર કલમો હેઠળ નોંધાવી ફરિયાદ

Rahul Gandhi: ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં સંસદમાં તાજેતરમાં થયેલા ઘટનાક્રમની માહિતી આપવામાં આવી છે. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીનું વલણ દર્શાવે છે કે તેમને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે, અને ગાંધી પરિવાર પોતાને કાયદાથી ઉપર માને છે. ઠાકુરે રાહુલ ગાંધી પર નાગાલેન્ડની મહિલા સાંસદ સાથે અહંકારપૂર્ણ રીતે ગેરવર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.


રાહુલ ગાંધીએ શારીરિક હુમલો કર્યો

રાહુલ ગાંધીએ શારીરિક હુમલો કર્યો

ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીએ શારીરિક હુમલો કર્યો અને ઉશ્કેરવાનું કામ કર્યું. આ સાથે તેમણે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિને 'ખીસિયાની બિલાડી ખંબા નોચે' સાથે સરખાવી અને કહ્યું કે પાર્ટી હવે ગભરાટમાં કામ કરી રહી છે. અમે દિલ્હી પોલીસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ મારપીટ અને ઉશ્કેરણીની ફરિયાદ નોંધાવી છે. અમે મકર દ્વારની બહાર આજે બનેલી ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે, જ્યાં NDAના સાંસદો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા.


આ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે

આ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે

ફરિયાદમાં અનુરાગ ઠાકુરે ભારતીય દંડ સંહિતાની કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, 'અમે કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. કલમ 109 હત્યાનો પ્રયાસ છે, કલમ 117 સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવા માટે છે. રાહુલ ગાંધી વિરુદ્ધ આ ફરિયાદ વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ નોંધાવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top