દેશ મનમોહન સિંહને લઈને શોકમાં ડૂબ્યો છે અને રાહુલ ગાંધી નવા વર્ષ..', ભાજપનો મોટો આરોપ
Rahul Gandhi Vietnam Trip: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના કારણે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક છે. તેમના સ્મારકને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીના વિદેશ જવાનો મામલો સામે આવ્યો છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા છે. ભાજપે દાવો કર્યો છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સમગ્ર દેશ શોકમાં ડૂબ્યો છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા માટે 'વિયેતનામ જવા રવાના' થઈ ગયા છે.
કોંગ્રેસ પાર્ટી પર ભાજપ દ્વારા આ બીજો તાજેતરનો હુમલો છે. તેના એક દિવસ અગાઉ ભાજપે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર પર મનમોહન સિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મનમોહન સિંહના અસ્થિ વિસર્જનમાં ગાંધી પરિવારના કોઈ સભ્યએ ભાગ લીધો નહોતો. મનમોહન સિંહની અસ્થિઓનું શનિવારે દિલ્હીમાં યમુના નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસે તેને મનમોહન સિંહના પરિવારની ગોપનીયતા ગણાવી હતી.
સોમવારે તાજા હુમલામાં BJP IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, 'એક તરફ આખો દેશ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર શોકમાં ડૂબ્યો છે અને બીજી તરફ રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા વિયેતનામ જવા રવાના થઈ ગયા છે. રાહુલ ગાંધી પર પૂર્વ વડાપ્રધાનના મૃત્યુ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવતા માલવિયએ કહ્યું કે, 'ગાંધી અને કોંગ્રેસ શીખોને નફરત કરે છે. ઈન્દિરા ગાંધીએ દરબાર સાહેબને અપવિત્ર કર્યું હતું તે ક્યારેય ન ભૂલવું જોઈએ.
While the country is mourning Prime Minister Dr Manmohan Singh’s demise, Rahul Gandhi has flown to Vietnam to ring in the New Year.Rahul Gandhi politicised and exploited Dr Singh’s death for his expedient politics but his contempt for him is unmissable.The Gandhis and the… — Amit Malviya (@amitmalviya) December 30, 2024
While the country is mourning Prime Minister Dr Manmohan Singh’s demise, Rahul Gandhi has flown to Vietnam to ring in the New Year.Rahul Gandhi politicised and exploited Dr Singh’s death for his expedient politics but his contempt for him is unmissable.The Gandhis and the…
દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ ભાજપના આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર ગયા છે અને પ્રાઈવસી સાથે જોડાયેલી બાબતોમાં કોઈને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે, 'સંઘી લોકો આ 'ધ્યા ભટકાવનારી રાજનીતિ ક્યારે બંધ કરશે? જે રીતે મોદીજીએ ડૉ. સાહેબને યમુના કિનારે અંતિમ સંસ્કાર માટે જગ્યા આપવાની ના પાડી અને તેમના મંત્રીઓએ ડૉ. સાહેબના પરિવારને જે રીતે ઘેરી લીધો તે શરમજનક છે. જો રાહુલ ગાંધી અંગત પ્રવાસે જાય તો તમને શું પરેશાની છે? નવા વર્ષમાં તમારું મન સારું રહે, એવી જ પ્રાર્થના છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp