બિલ્ડરે 205 કરોડમાં ખરીદ્યો પ્લોટ, પરંતુ હવે ચૂકવવા પડશે 1500 કરોડ રૂપિયા, જાણો શું છે મામલો

બિલ્ડરે 205 કરોડમાં ખરીદ્યો પ્લોટ, પરંતુ હવે ચૂકવવા પડશે 1500 કરોડ રૂપિયા, જાણો શું છે મામલો

09/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

બિલ્ડરે 205 કરોડમાં ખરીદ્યો પ્લોટ, પરંતુ હવે ચૂકવવા પડશે 1500 કરોડ રૂપિયા, જાણો શું છે મામલો

તમે ઘણીવાર વાંચ્યું કે સાંભળ્યું હશે કે બિલ્ડરની મનમાનીના કારણે ઘર ખરીદનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમના પૈસા પણ ફસાઇ જાય છે, પરંતુ આ વખતે બિલ્ડરની ભૂલ તેને મોંઘી પડી, હવે તેને 1500 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અલ્હાબાદ હાઇ કોર્ટે આ કેસમાં વનાલિકા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની અરજીને ફગાવતા યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA)ની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.

આ કેસ વર્ષ 2011-2012નો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં બસપા અને સપાની સરકાર હતી. વનાલિકા ડેવલપર્સે કોર્ટમાં યમુના ઓથોરિટીના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસ યમુના એક્સપ્રેસવેના સેક્ટર 22-ડીમાં ખરીદેલા 100 એકર પ્લોટના સરેન્ડર સાથે સંબંધિત છે. આ પ્લોટ શરૂઆતમાં 4 કંપનીઓના કન્સોર્ટિયમને આપવામાં આવ્યો હતો. જેમાં સનવર્લ્ડ ઇન્ફ્રા કંપની, વનાલિકા ડેવલપર્સ, ઓડિયન બિલ્ડર્સ અને વનાલિકા ઇન્ફ્રા કંપનીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનું સંચાલન સ્પેશિયલ પર્પઝ કંપની સનવર્લ્ડ સિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.


પરસ્પર વિવાદને કારણે અટક્યો કેસ

પરસ્પર વિવાદને કારણે અટક્યો કેસ

કોન્સોર્ટિયમ વચ્ચેના પરસ્પર વિવાદના કારણે મામલો અટકી ગયો અને આ જમીન પર કોઇ બાંધકામ થઇ શક્યું નહીં. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આ કન્સોર્ટિયમમાં વનાલિકા ડેવલપર્સનો 15 ટકા હિસ્સો છે. તેથી, તેની પાસે ઓથોરિટીના નિર્ણયને પડકારવાનો કોઇ કાયદાકીય આધાર નથી.

આ પ્લોટ બસપા અને સપાની સરકારના સમયે વર્ષ 2011-12માં 205 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. વર્તમાન દર પ્રમાણે ઓથોરિટીએ તેની કિંમત 1700 કરોડ રૂપિયા આંકી છે. સ્વાભાવિક છે કે હવે તેને આ 100 એકરના પ્લોટ માટે 1500 કરોડ રૂપિયા વધુ જોઇશે. કોર્ટે પણ પોતાનો નિર્ણય ઓથોરિટીની તરફેણમાં સંભળાવ્યો છે અને પૈસા ચૂકવવાની વાત કહી છે.

બિલ્ડરો અને ઓથોરિટી વચ્ચેની આ લડાઇ વચ્ચે ઘર ખરીદનારાઓએ પણ પોતાનો મોરચો ખોલી દીધો છે. આ પ્રોજેક્ટમાં પૈસા લગાવનારાઓએ, પ્લોટ સરેન્ડર થવા પર ધરણાની જાહેરાત કરી છે. સાથે જ CBI અને ED પાસે બિલ્ડર સામે તપાસ કરાવવાની પણ માગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે રોકાણ કરેલા પૈસા તેમને વ્યાજ સહિત પરત કરવામાં આવે.


કોર્ટે શું કહ્યું

કોર્ટે શું કહ્યું

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, વનાલિકા ડેવલપર્સનો કેસ તેના આંતરિક વિવાદને કારણે ગુંચવાયો છે, ઓથોરિટીના કોઇ ખોટા પગલાના કારણે નહીં. એ સિવાય, એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કેસ NCLT જેવા યોગ્ય મંચમાં ઉકેલવાની વાત પણ કહી છે, જ્યાં આ કેસ પહેલેથી પેન્ડિંગ છે. બીજી તરફ રાજ્યની વર્તમાન યોગી સરકારે કહ્યું છે કે આ કેસને પારદર્શક રીતે ઉકેલવામાં આવશે. કોર્ટના આદેશ બાદ આ પ્લોટની હરાજી ટૂંક સમયમાં શરૂ થશે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેના પર ટાઉનશીપના વિકાસની અપેક્ષાઓ પણ વધી ગઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top