સ્મૃતિ ઈરાનીના બદલાયા તેવર, રાહુલ ગાંધીના કર્યા ભરપેટ વખાણ; વાંચો શું શું કહ્યું

સ્મૃતિ ઈરાનીના બદલાયા તેવર, રાહુલ ગાંધીના કર્યા ભરપેટ વખાણ; વાંચો શું શું કહ્યું

08/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સ્મૃતિ ઈરાનીના બદલાયા તેવર, રાહુલ ગાંધીના કર્યા ભરપેટ વખાણ; વાંચો શું શું કહ્યું

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીના તેવર બદલાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિએ આજે ​​પહેલીવાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. સ્મૃતિએ કહ્યું કે રાહુલ ગાંધીના સ્વભાવ અને રાજનીતિ કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે.


રાહુલ ગાંધીના કર્યા ભરપેટ વખાણ

રાહુલ ગાંધીના કર્યા ભરપેટ વખાણ

પોડકાસ્ટમાં રાહુલ ગાંધી વિશે બોલતા સ્મૃતિએ કહ્યું કે, રાહુલ ગાંધીની રાજનીતિમાં બદલાવ આવ્યો છે, તેઓ વિચારે છે કે તેમણે સફળતાનો સ્વાદ ચાખી લીધો છે, તેઓ પહેલીવાર આટલું ઇન્ટ્રૂમેન્ટલ બોલી રહ્યા છે. રાહુલ ગાંધી હવે અલગ રાજનીતિ કરી રહ્યા છે. જો આપણે ધ્યાન આપીએ તો તે જ્ઞાતિના રાજકારણમાં પણ ખૂબ જ ધ્યાનથી બોલી રહ્યા છે. જો રાહુલ સંસદમાં ટી-શર્ટ પહેરે છે તો તેઓ જાણે છે કે તેનાથી યુવા પેઢીને શું સંદેશ જશે. તેની સાથે જ તેમણે ભાજપનેને પણ સાવધાન કરતા કહ્યું કે આપણે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ કે રાહુલ દ્વારા લેવામાં આવેલ કોઈપણ પગલું સારું, ખરાબ અથવા બાલિશ છે, પરંતુ હવે તેઓ અલગ રાજનીતિ કરી રહ્યા છે.


નફરતના બજારમાં મોહબ્બતની દુકાન

નફરતના બજારમાં મોહબ્બતની દુકાન

બીજી તરફ કોંગ્રેસના નેતા પીસી શર્માએ સ્મૃતિ ઈરાનીના આ નિવેદનનો વીડિયો શેર કરીને કહ્યું કે હવે સ્મૃતિ ઈરાની રાહુલના વખાણ કરી રહ્યા છે. આ જ નફરતના બજારમાં મોહબ્બતની દુકાન છે.


જ્યારે રાહુલે સ્મૃતિ માટે કરી હતી અપીલ

જ્યારે રાહુલે સ્મૃતિ માટે કરી હતી અપીલ

આ અગાઉ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં અમેઠી સીટ હારી ગયેલા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ખોટા નિવેદનો કરનારા કોંગ્રેસના કાર્યકરોને સલાહ આપી હતી. રાહુલે કહ્યું હતું કે જીત અને હાર થતી રહે છે, પરંતુ સ્મૃતિ ઈરાની કે કોઈ નેતા વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી ન કરવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top