યોગી આદિત્યનાથે ખુલ્લેઆમ કહી દીધું, “બટેંગે તો કટેંગે”! બાંગ્લાદેશમાં જોયું ને... આવે સમયે વિપક્ષોના મોઢા સિવાઈ જાય છે! યોગીના આક્રમક તેવર
યોગી આદિત્યનાથના તેવર આક્રમક થતા જાય છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલેથી જ કટ્ટર હિન્દુત્વના પક્ષધર રહ્યા છે. હિન્દુ સમાજને જ્ઞાતિઓમાં વહેંચવાને બદલે એક રાખવાની હિમાયત તેઓ વારંવાર કરતા રહે છે. લોકસભા ચૂંટણીઓ વખતે ભાજપને અનેક સીટ્સ ગુમાવવી પડી, એ પછી યોગી આદિત્યનાથ પાર્ટીને કટ્ટર હિન્દુત્વ તરફ દોરી જતા હોય, એમ લાગે છે. જન્માષ્ટમી ખાતે એમણે હિન્દુઓને ઉદ્દેશીને જે વાત કહી, એમાં પણ આ જ વાત જણાય આવે છે. આ સાથે જ એમણે વિપક્ષોના બેમોઢાળા વલણ ઉપર પણ નિશાન તાક્યું હતું.
આજે એટલે કે 26મી ઓગસ્ટે આખો દેશ જન્માષ્ટમીનો તહેવાર મનાવી રહ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગ્રા પહોંચીને અહીં મોટું નિવેદન આપ્યું છે. તેમણે હિંદુઓને કહ્યું કે આપણે બધાએ એકજૂટ રહેવાનું છે. જો વહેંચાઈ જશો, તો કપાઈ મરશો... “બટેંગે તો કટેંગે”! તેમણે બાંગ્લાદેશમાં તાજેતરમાં બગડતી પરિસ્થિતિમાંથી શીખવાની વાત કરી. અહીં લોકોને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિપક્ષ દુનિયામાં બધું જુએ છે, પરંતુ પડોશી દેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો નથી જોતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કન્હૈયા આગ્રાના દરેક ખૂણામાં રહે છે. અહીં કલા, શ્રદ્ધા, સમર્પણ અને આસ્થા છે. તેનાથી રાષ્ટ્રીય વફાદારી વધે છે. સમાજ, જાતિ અને ભાષાના નામે ભાગલા પાડતી શક્તિઓથી આપણે સાવધ રહેવું પડશે. દુર્ગાદાસ રાઠોડનો આ જ સંકલ્પ હતો. મારવાડ અને એમ.પી.માં દુર્ગાદાસનું નામ અમર છે. આપણે મહાપુરુષોના નામ યાદ રાખવાના છે. યોગીએ કહ્યું કે બાંગ્લાદેશથી પાઠ શીખો, આપણે વિભાજીત નહીં, એકજૂટ રહેવું પડશે. જો અંદરોઅંદર વહેંચાઈ જશું, તો આપણો નાશ થશે, અને જો આપણે એક થઈશું તો સુરક્ષિત રહીશું.
આ પછી તેઓ મથુરા પણ પહોંચ્યા અને લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ પર કટાક્ષ કરતા સીએમ યોગીએ કહ્યું કે તમે જોયું હશે કે બાંગ્લાદેશમાં બનેલી ઘટના પર તેમના મોં બંધ છે કારણ કે તેમને ડર છે કે જો તેઓ બોલશે તો તેમની વોટ બેંક લપસતી જોવા મળશે, તેઓ જે જમીન પર ઉભા છે તે જમીન ફરી જશે. અંગારામાં જ તેઓ સળગતા જોવા મળશે. એટલા માટે તે ચૂપ છે, આના પર બોલી શકતો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp