વિરાટ કોહલી સાથે સારા સંબંધો કેમ જરૂરી છે, ગૌતમ ગંભીરે જણાવ્યું કારણ

વિરાટ કોહલી સાથે સારા સંબંધો કેમ જરૂરી છે, ગૌતમ ગંભીરે જણાવ્યું કારણ

09/18/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

વિરાટ કોહલી સાથે સારા સંબંધો કેમ જરૂરી છે, ગૌતમ ગંભીરે જણાવ્યું કારણ

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઘણા મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યા છે. જેમાં તેમણે સૌથી મહત્ત્વની વાત જણાવી કે તેમના માટે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓ સાથે સારા સંબંધો રાખવા કેમ જરૂરી છે. ગંભીરે કહ્યું કે થોડા સમય અગાઉ સુધી કોહલી, રોહિત અને આર. અશ્વિન જેવા ખેલાડીઓ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં શેર કરતા હતા, પરંતુ હવે તેઓ અલગ ભૂમિકામાં છે. ગંભીરે કહ્યું કે, કોચ તરીકે તેમના શરૂઆતના દિવસો છે પરંતુ સારી વાત એ છે કે તે સીનિયર ખેલાડીઓ સાથે રમી ચૂક્યો છે, ત્યારે આ ખેલાડીઓ યુવા હતા, પરંતુ હવે વિરાટ-રોહિત અનુભવી થઇ ગયા છે.


મજબૂત સંબંધો બનાવવા જરૂરી: ગંભીર

મજબૂત સંબંધો બનાવવા જરૂરી: ગંભીર

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે તેઓ આગામી કેટલાક વર્ષોમાં વરિષ્ઠ ખેલાડીઓ સાથે મજબૂત સંબંધો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગંભીરે કહ્યું કે આગળ મોટા પડકારો છે અને તેના માટે સારા સંબંધો જરૂરી છે. મોટાભાગે સોશિયલ મીડિયા પર ગંભીર અને વિરાટના સંબંધો ખરાબ હોવાનું માનવામાં આવે છે, પરંતુ ગંભીરે કહ્યું કે એ જરાંય સાચું નથી. તેમણે કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓના સારા સંબંધો રહ્યા છે.


ગંભીર-વિરાટની વાતચીત

ગંભીર-વિરાટની વાતચીત

BCCIએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ગૌતમ ગંભીરે હાલમાં જ વિરાટ કોહલીને શહંશાહ કહ્યો હતો અને હવે તેણે તેની કેપ્ટન્સીના વખાણ પણ કર્યા. ગંભીરે કહ્યું કે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન તરીકે એટલો સફળ રહ્યો કારણ કે તેણે ફાસ્ટ બોલરો પર કામ કર્યું. ગંભીરે વિરાટને બોલરોનો કેપ્ટન કહ્યો. તેમણે વિરાટ કોહલીની 183 રનોની એ ઈનિંગને સર્વકાલિન મહાન ભારતીય ઇનિંગ બતાવી, જે તેમણે પાકિસ્તાન સામે રમી હતી.


ગંભીરે લીધો મોટો નિર્ણય

ગંભીરે લીધો મોટો નિર્ણય

જો કે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલા ગૌતમ ગંભીરે વધુ એક મોટો નિર્ણય લીધો છે. તેણે જાહેરાત કરી કે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ સારા ખેલાડી છે, પરંતુ તેઓ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. ગંભીરે કહ્યું કે તે કોઈને છોડી રહ્યો નથી, તે માત્ર શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને પસંદ કરી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top