મોદી કેબિનેટે વન નેશન વન ઈલેક્શન પ્રસ્તાવને આપી મંજૂરી, એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવ

મોદી કેબિનેટે વન નેશન વન ઈલેક્શન પ્રસ્તાવને આપી મંજૂરી, એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાનો માર્ગ કર્યો મોકળો

09/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદી કેબિનેટે વન નેશન વન ઈલેક્શન પ્રસ્તાવને આપી મંજૂરી, એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવ

દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો માર્ગ હવે સરળ બની ગયો છે. મોદી કેબિનેટે આજે વન નેશન વન ઈલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના રિપોર્ટ બાદ કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. NDA સરકાર આ બિલને સંસદમાં શિયાળુ સત્રમાં લાવશે.


શાહે સરકારના 100 દિવસ પૂરા થવા પર આપ્યા હતા સંકેત

શાહે સરકારના 100 દિવસ પૂરા થવા પર આપ્યા હતા સંકેત

મોદી સરકાર પોતાના છેલ્લા કાર્યકાળથી વન નેશન વન ઈલેક્શન માટે ગંભીર હતી. પીએમ મોદીએ અનેક અવસરો પર અને ચૂંટણીની જાહેર સભાઓમાં પણ વન નેશન વન ઈલેક્શનની વાત કરી હતી. તાજેતરમાં, NDA સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે NDAના વન નેશન વન ઇલેક્શનના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. હવે આ પ્રસ્તાવ પર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે.


પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કર્યો હતો ઉલ્લેખ

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કર્યો હતો ઉલ્લેખ

15મી ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વન નેશન-વન ઈલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશની પ્રગતિમાં વારંવાર ચૂંટણીઓ અવરોધ બની રહી છે. ઉલ્લેખનીય છે કે એક દેશ, એક ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ આ વર્ષે 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. વન નેશન વન ઇલેક્શનનો આ રિપોર્ટ 18,626 પાનાંનો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top