ભાજપના 4 નેતા બિનહરીફ રાજ્યસભા પહોંચ્યા
3 સપ્ટેમ્બરે 9 રાજ્યોની 12 રાજ્યસભાની સીટો માટે ચૂંટણી થવાની છે, તેમાંથી 4 રાજ્યસભાની સીટો તો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. પહેલા આસામની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે રાજ્યસભાની 2 સીટો ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી હતી. રામેશ્વર તેલી અને મિશન રંજન દાસ બિનહરીફ ચૂંટાઈને રાજ્યસભા પહોંચ્યા હતા. જ્યારે હવે રાજસ્થાનથી એવા સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન બિનહરીફ ચૂંટાઈને રાજ્યસભા પહોંચ્યા છે.
રવનીત સિંહ બિટ્ટુ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા. તેઓ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં હાર છતાં તેમને કેન્દ્રીય મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. બિનહરીફ જીત બાદ, તેમણે X પર પોસ્ટ કરી અને વડા પ્રધાન નરેન્દ્ર સહિત પક્ષના તમામ ટોચના નેતાઓનો આભાર માન્યો. તેની સાથે જ તેમણે લખ્યું, 'મને રાજ્યસભામાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન આપ્યું. આ પાર્ટીની ટોચના નેતૃત્વએ મારામાં મૂકેલા વિશ્વાસ અને ભરોસાનું પ્રમાણ છે અને તે માટે હું ખરેખર આભારી છું. રાજસ્થાનના લોકોને મારું નિવેદન છે કે હું એ સુનિશ્ચિત કરવા અથાક પરિશ્રમ કરીશ કે તમારી આકાંક્ષાઓ અને મહત્ત્વકાંક્ષાઓને ન માત્ર સાંભળવામાં આવે, પરંતુ સક્રિય રૂપે આગળ વધારમાં આવે.'
આ પેટાચૂંટણી 3 ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના નેતા સુનીલ કોઠારીએ પોતે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. તેમની બાબતે અગાઉથી જ કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તો ગુરુવારે તપાસ દરમિયાન અપક્ષ ઉમેદવાર બબીતા વાધવાનીનું નામાંકન પત્ર રદ કરી દેવામાં આવ્યું હતું. એવામાં માત્ર બિટ્ટુ જ ચૂંટણી મેદાનમાં બચ્યા હતા અને બિનહરીફ ચૂંટાયા હતા.
વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉતાર્યો નહોતો. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ આજે એટલે કે 27 ઑગસ્ટ બપોરે 3:00 વાગ્યા સુધી જ હતી. અગાઉ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ આ બેઠક પરથી રાજ્યસભાના સાંસદ હતા. તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ રવનીત સિંહ બિનહરિફ ચૂંટાયા હતા. બિટ્ટુના સભ્યપદનો કાર્યકાળ 21 જૂન 2026 સુધી રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp