Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી થવા અગાઉ જ PCB ગભરાયું, અધ્યક્ષની વાતથી થયું સ્પષ્ટ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી થવા અગાઉ જ PCB ગભરાયું, અધ્યક્ષની વાતથી થયું સ્પષ્ટ

09/16/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી થવા અગાઉ જ PCB ગભરાયું, અધ્યક્ષની વાતથી થયું સ્પષ્ટ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં આયોજિત થવાની છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. સુરક્ષાના કારણોસર ભારત પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઇનકાર કરી રહ્યું છે અને હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરવાનું કહી રહ્યું છે. જોકે, PCB હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી.


પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટ શ્રેણીની યજમાની કરશે

પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટ શ્રેણીની યજમાની કરશે

આ દરમિયાન PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટની યજમાની કરવાનો અધિકાર અત્યારે અકબંધ રહેશે, પરંતુ ભારતીય ટીમની મેચો માટે હાઇબ્રિડ મોડલ લાગૂ કરી શકાય છે. તેનો અર્થ એ થયો કે ભારતની મેચો પાકિસ્તાનની બહાર અન્ય સ્થળોએ રમાશે, જ્યારે બાકીની મેચો માત્ર પાકિસ્તાનમાં જ યોજાશે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા PCBને સતાવી રહ્યો છે આ ડર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા PCBને સતાવી રહ્યો છે આ ડર

હકીકતમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણીની યજમાની કરશે. તેણે તે તમામ અહેવાલોને ફગાવી દીધા છે જેમાં આ શ્રેણી માટે વેન્યૂ બદલવાની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાકિસ્તાનની યજમાની અંગે ICCના અંતિમ નિર્ણયમાં વિલંબને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઇએ કે પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 7 ઓક્ટોબરથી 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે, જેમાં મુલતાન, કરાચી અને રાવલપિંડીને વેન્યૂ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જો કે, આગામી વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ વેન્યૂ પર બાંધકામનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે સ્ટેડિયમની ઉપલબ્ધતા અંગે કેટલીક શંકાઓ ઊભી થઇ છે.

એક સૂત્રએ PTIને જણાવ્યું કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટની શરૂઆત થવામાં એક મહિનાથી ઓછો સમય બાકી છે અને આંતરરાષ્ટ્રીય વિભાગે હજુ સુધી પ્રથમ મેચ અંગે નિર્ણય લીધો નથી. સૂત્રએ જણાવ્યું હતું કે અધ્યક્ષ મોહસિન નકવીએ ટેસ્ટ શ્રેણીને UAE કે દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો, પરંતુ સંબંધિત વિભાગે અત્યાર સુધી સત્તાવાર રીતે પ્રવાસની જાહેરાત કરવાની બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે શ્રેણી સ્થળાંતરીત કરવાથી PCBની છબીને નુકસાન થશે અને રાવલપિંડી અને મુલતાનનો ઉપયોગ ત્રણ મેચની શ્રેણી માટે સ્થળ તરીકે થવો જોઇએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top