રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનનની 71,322 ઘટનાઓ! જ્યાં અરવલ્લી ક્ષેત્રની હાલત વધુ

રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનનની 71,322 ઘટનાઓ! જ્યાં અરવલ્લી ક્ષેત્રની હાલત વધું ગંભીર! જાણો ચોંકાવનારા આંકડા

12/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનનની 71,322 ઘટનાઓ! જ્યાં અરવલ્લી ક્ષેત્રની હાલત વધુ

હાલ સમગ્ર દેશમાં 'અરવલ્લી બચાવો'ની ઝુંબેશ જોર-શોરમાં ચાલી રહી છે. ત્યારે આ મુદ્દા સાથે જ સંકળાયેલો ગેરકાયદેસર ખનનનો મુદ્દો પણ બહાર આવી રહ્યો છે. માહિતી મુજબ, રાજસ્થાનમાં છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહના ગુના હેઠળ કુલ 7,173 એફઆઇઆર નોંધાઈ છે. અહીં ચોંકાવનારી વિગત એ છે કે, એકલા અરવલ્લી પટ્ટાના જિલ્લામાં જ 4,181 પોલીસ કેસ નોંધાયા છે. ઉપરાંત સમગ્ર રાજસ્થાનની વાત કરીએ તો છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનનની નાની-મોટી 71,322 ઘટનાઓ સામે આવી છે, જેમાં પોલીસ કેસની સાથે દંડ ભર્યો હોય એવા કિસ્સા પણ સામેલ છે. આ પ્રકારના કેસની વાત કરીએ તો અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં કુલ 40,175 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના 20 જિલ્લા અરવલ્લીની શ્રેણીમાં આવે છે.


ઘટના અને એફઆઇઆર વચ્ચે મોટો તફાવત

ઘટના અને એફઆઇઆર વચ્ચે મોટો તફાવત

સરકારી આંકડા મુજબ, 15 ડિસેમ્બર 2018થી 14 ડિસેમ્બર 2023 દરમિયાન કોંગ્રેસના શાસનમાં અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં ગેરકાયદે ખનનની 29,209 ઘટનાઓ બની હતી. તેની સામે ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સરકારના પ્રથમ બે વર્ષમાં એટલે કે 13 ડિસેમ્બર 2023થી 2025 સુધીના સમયગાળામાં આ સંખ્યા 10,966 છે. આ મામલે રાજસ્થાન વિભાગના ખાણ અને પેટ્રોલિયમ વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું કે, અહીં કોઈ પણ ઘટના અને એફઆઇઆર વચ્ચે મોટો તફાવત છે. જ્યારે વિભાગ પોતે નોટિસ આપીને દંડ વસૂલે છે, ત્યારે તે ઘટના ગણાય છે. પરંતુ કોઈ હુમલો કે ચોરી જેવી ગંભીર ઘટના બને ત્યારે જ પોલીસ ફરિયાદ દાખલ કરાય છે. આ કારણે જ કુલ ઘટનાઓની તુલનામાં FIRની સંખ્યા ઓછી છે.’

અહીં સરકારે પણ સ્વીકાર્યું હતું કે, ‘વર્ષ 2024માં જ ખાણ માફિયા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પર 93 વખત હુમલા કરાયા હતા, જેમાં 311 કર્મચારી નિશાન બન્યા હતા.’ રાજસ્થાનમાં ગેરકાયદે ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્રની લાલ આંખ જોવા મળી છે, જેના પરિણામે છેલ્લા સાત વર્ષમાં કુલ રૂ. 637.16 કરોડનો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ધરપકડ અને સાધનોની જપ્તીના મામલે પણ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા 3,736 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાંથી કુલ 70,399 વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.


સમગ્ર વિવાદ

સમગ્ર વિવાદ

આ બધા આંકડાઓ ત્યારે સામે આવી રહ્યા છે, જ્યારે પર્યાવરણ સચિવની સમિતિ દ્વારા સૂચવેલી અને 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી 'અરવલ્લી'ની નવી વ્યાખ્યાને કારણે આ સમગ્ર વિવાદ વધું ગુંચવાયો છે. આ નવી વ્યાખ્યા મુજબ, સ્થાનિક ભૂતલથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી જમીન જ 'અરવલ્લીની ટેકરી' ગણાશે. આ નિર્ણયને કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ડર છે કે નીચાણવાળા વિસ્તારોમાં ખનન વધશે. જો કે,આ બાબતે પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી વિગતવાર અભ્યાસ ન થાય ત્યાં સુધી અરવલ્લીમાં ખનનની કોઈ નવી લીઝ અપાવામાં આવશે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top