'સરકાર ઓસ્ટ્રેલિયા જેવો સોશિયલ મીડિયા કાયદો ભારતમાં પણ લાવે....' આ હાઇકોર્ટની ટકોર! જાણો કેમ?

'સરકાર ઓસ્ટ્રેલિયા જેવો સોશિયલ મીડિયા કાયદો ભારતમાં પણ લાવે....' આ હાઇકોર્ટની ટકોર! જાણો કેમ?

12/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

'સરકાર ઓસ્ટ્રેલિયા જેવો સોશિયલ મીડિયા કાયદો ભારતમાં પણ લાવે....' આ હાઇકોર્ટની ટકોર! જાણો કેમ?

વધી રહેલા ડિજિટલાઇઝેશનના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આજે સોશિયલ મીડિયા પર પણ તમામ પ્રકારની ગુનાખોરી હદ વટાવી ચુકી છે. જેનો શિકાર નાસમજ લોકો અને ખાસ બાળકો આસાનીથી બની જતાં હોય છે. ત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી જગતમાં બાળકોની સુરક્ષાને લઈને મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની દિશામાં વિચારવું જોઈએ.


હાઈકોર્ટનું મહત્ત્વનું અવલોકન

હાઈકોર્ટનું મહત્ત્વનું અવલોકન

એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચએ આ મુદ્દે સરકારને સૂચન કર્યું છે. માહિતી મુજબ, અરજદાર એસ. વિજયકુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી અને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. તેથી દેશના તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISP) માટે "પેરેન્ટલ વિન્ડો" સુવિધા ફરજિયાત બનાવવામાં આવે, જેથી બાળકોને આ વાંધાજનક સામગ્રીથી દૂર રાખી શકાય.

અહીં હાઈકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન નોંધ્યું કે, માત્ર વેબસાઈટ બ્લોક કરવી સમસ્યાનો ઉકેલ નથી. કારણ કે આવી URL સતત બદલાતી રહે છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, 'વાંધાજનક સામગ્રી જોવી કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે, પરંતુ બાળકોના કિસ્સામાં આ જોખમરૂપ છે. જ્યાં તે ગેરમાર્ગે દોરાઈ શકે છે. તેના કુમળા મન પર તેની વિપરીત અસર પાડી શકે છે. તેથી બાળકો શું જોઈ રહ્યા છે તેના પર માતા-પિતાનું નિયંત્રણ અને જાગૃતિ અનિવાર્ય છે. જે બાબતે કોર્ટે કેન્દ્રને સલાહ આપી કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા માટે વય મર્યાદા નક્કી કરતો કાયદો ઘડવાની શક્યતા તપાસવી જોઈએ.'


હાઈકોર્ટના નિર્દેશો

હાઈકોર્ટના નિર્દેશો

મહત્વનું છે કે એટલી મોટી માયાજાળને એક વારમાં કંટ્રોલમાં લઈ શકવું અશક્ય છે. તેથી જ્યાં સુધી કોઈ નવો કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાઈકોર્ટે નિર્દેશો આપ્યા છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સોશિયલ મીડિયાના જોખમો વિશે માતા-પિતા અને બાળકોને શિક્ષિત કરવા માટે મોટા પાયે સતત અભિયાનો ચલાવે. ઉપરાંત આ બાબતે બાળ અધિકાર કમિશન નક્કર કાર્ય યોજના વિકસાવી તેનો કડક અમલ કરે.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વિશ્વનો સૌથી કડક સોશિયલ મીડિયા કાયદો પસાર કર્યો છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ છે. જો કંપનીઓ આ નિયમનું પાલન ન કરે તો તેમને કરોડો ડોલરનો દંડ ફટકારવાની જોગવાઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top