બાળકો સાથે આવેલી મહિલાઓએ દારૂના અડ્ડાને કર્યો તહેસ-નહેસ! પોલીસની પોલ ખોલનો વાયરલ વિડિયો જુઓ

બાળકો સાથે આવેલી મહિલાઓએ દારૂના અડ્ડાને કર્યો તહેસ-નહેસ! પોલીસની પોલ ખોલનો વાયરલ વિડિયો જુઓ

12/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બાળકો સાથે આવેલી મહિલાઓએ દારૂના અડ્ડાને કર્યો તહેસ-નહેસ! પોલીસની પોલ ખોલનો વાયરલ વિડિયો જુઓ

સુરતના પાલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દારૂના દૂષણ સામે કંટાળેલી નારીશક્તિઓએ આખરે મેદાનમાં ઉતરી હતી. માહિતી મુજબ, મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી મહિલાઓએ જનતા રેડ કરી કરી હતી. ઉશ્કેરાયેલી મહિલાઓએ બૂટલેગરો સામે દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી અડ્ડાને તહેસ-નહેસ કરી નાખ્યો હતો.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


મહિલાઓનો સંયમ તૂટ્યો

મહિલાઓનો સંયમ તૂટ્યો

માહિતી અનુસાર આ વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું. જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી હતી. જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા ગઈ, ત્યારે બૂટલેગરે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતાં કહ્યું હતું કે, 'અહીં દારૂ વેચાય તો તમને શું વાંધો છે? તમને શું નડે છે?'  આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો હતો. અને માસૂમ બાળકો સાથે આવેલી મહિલાઓએ અડ્ડાની અંદર ઘૂસી દારૂના જથ્થાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાઓએ આ રેડ ત્યારે પાડી ત્યારે અડ્ડા પર ગ્રાહકોની ભીડ પણ જામી હતી. મહિલાઓએ રસ્તા પર દારૂની પોટલીઓ ફેંકીને તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.


પોલીસ માટે લાલબત્તી સમાન

પોલીસ માટે લાલબત્તી સમાન

ઘટનાની જાણ થતા જ પાલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આવતાની સાથે જ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. અનેક રજૂઆતો છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી, જેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું છે. રહેણાક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પોલીસને ખબર ન હોય તે બાબત શંકાસ્પદ હોવાનું લોકોએ જણાવ્યું હતું. અહીં જો પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો નાગરિકોએ જાતે જ કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવો સ્પષ્ટ સંદેશ મહિલાઓએ આપ્યો છે. આ ઘટના સુરત પોલીસ માટે લાલબત્તી સમાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top